SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ 1621 – ૨૮ : સ્વ-પરના ઉદયનો રાજમાર્ગ – 108 - ૪૩૩ વખતે દુનિયાનો મોટો ભાગ અધર્મ તરફ ઝૂકતો હોય ત્યારે અધર્મીઓની વાહવાહ ખત્તર ધર્મને છોડી દેવો એ બહાદુરી કે બેવફાઈ ? સુક્ષેત્ર બનો એટલે ખેડૂત શોધતો આવશે : જડ અને ચેતનનો વિવેક થાય ત્યારે જ અહિંસાનાં પરિણામ ટકે અને સાચી દયા જન્મે. સાધર્મિક ભક્તિની વાતમાં તો સાધર્મીનું બહુમાન કરવું પડશે અને સાધર્મીએ ધર્મ પ્રત્યે પ્રેમી બનવું પડશે. “અમે સુક્ષેત્ર' એવું પોતાના મોઢે સાચો સાધર્મી ન બોલે. સુક્ષેત્ર બનો એટલે ખેડૂત શોધતો આવશે. ખેડૂત સુક્ષેત્રને શોધે કે સુક્ષેત્ર ખેડૂતને શોધે ? ઉખરભૂમિને તો કંઈક માલિકો મૂકી મૂકીને ચાલ્યા ગયા. ન ચાલ્યા જાય તો કરે પણ શું ? કેમ કે એવી ભૂમિમાં તો ગાડાંનાં ગાડાં વાવે તોય દાણોયે પાકે નહિ. વરસાદ ન પડે ને ન પાકે એ તો ઠીક પણ વરસાદ પડે તોય કેવળ કાદવ કરે ને અનાજ તો ન જ પાકે. કાળી જમીન પાસે બધા ખેડૂતો આવે. કેમ કે એમાં તો ઓછી મહેનતે પણ મબલખ પાક થાય. તમે સુપાત્ર બનો તો ભક્તિ કરનારને ઉમળકો આવે જ. શુદ્ધતાના પૂજારી જ્યાં ત્યાં ન મૂકેઃ સુપાત્ર કદી પોતાના સુપાત્રપણાની દાંડી પોતાના મોઢે ન પીટે. એ લોકો કહે છે કે, “અમે તો શુદ્ધ ઇરાદે દરેક ક્રિયા કરીએ છીએ. પરંતુ શુદ્ધ ઇરાદાવાળાની ક્રિયા પણ શુદ્ધ જ હોય ને ? શુદ્ધતાના પૂજારી જ્યાં ત્યાં ન ઝૂકે. હોશિયાર શાહુકાર ધોળો દેખાતો રૂપિયો પણ એકદમ જ ગલ્લામાં ન નાખે. પહેલાં નખથી ખખડાવે, છતાં વહેમ પડે તો પથ્થર પર પટકે અને જરા બોદો લાગે તો પાછો આપે. પચાસ રૂપિયામાં ઓગણપચાસ સારા હોય ને એક જ બોદો હોય તોય ચલાવી ન લે, કેમ કે, એ પરીક્ષક છે. પરીક્ષક કદી ખોટા ઉદાર ન થાય. તેમ અહીં પણ શુદ્ધ ઇરાદાવાળા, સર્વદેવ, સર્વગુરુ અને સર્વ ધર્મને સમાન માને એમ બને ? પ્રભુને પૂજે તેય સાધર્મિક અને ગાળો દે તેય સાધર્મિક એમ માને ? જૈનકુળમાં જન્મ્યો એટલે બસ, પછી ભલે ભગવાનને ભાંડે તોય સાધર્મિક ગણવાનો ? ત્યાગની વાત કરે તેય સાધુ ને રાગની વાત કરે તેય સાધુ, માત્ર વેષ જોઈએ, પછી ભલે એ ભાંડ હોય કે ભવૈયો હોય એમ ? એ રીતે ગમે તેને સાધુ માનવા તૈયાર ? કપડાં ન પહેરે એ જ નિષ્પરિગ્રહી એવું માનો તો તિર્યંચ બધા નિષ્પરિગ્રહી કહેવાશે. કેમ કે, એ તદ્દન વસ્ત્ર વિનાના છે. તદ્દન વસ્ત્ર વિનાના આદમી કેટલા મળશે ? જ્યારે ઢોર તો બધાં જ એવાં મળશે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy