________________
૪૩૪
–
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
–
–
1622
સદ્દાલક શ્રાવક :
શુદ્ધ પરિણામ આવે ત્યારે તો સ્થિતિ આખી ફરી જાય. ભગવાન શ્રી મહાવીરદેવનો સદ્દાલક નામનો એક શ્રાવક હતો. પહેલાં ગોશાળાએ એને પ્રતિબોધ કર્યો હતો. પણ પાછળથી ભગવાન શ્રી મહાવીરદેવ મળ્યા અને સત્ય વસ્તુને એ પામ્યો. ભગવાનનો એ ઉપાસક થયો. પછી જ્યારે ગોશાળો ત્યાં આવે છે ત્યારે એ સામે પણ ન ગયો. એ સામે ન આવવાથી ગોશાળાએ પોતાના શિષ્યોને એને બોલાવવા મોકલ્યા, તોયે એણે આવવાની ના કહી એટલે ગોશાળો ખુદ એની પાસે ગયો. સદ્દાલકે ગોશાળાને પોતાની પાસે આવતો જોયો એટલે આંખો નીચી કરીને બેઠો. ગોશાળો એને સામે ન આવવાનું અને આ બધા પરિવર્તનનું કારણ પૂછે છે, ત્યારે એ આંખો નીચી રાખીને ગોશાળાની સામે દૃષ્ટિ પણ કર્યા વગર જ જવાબ આપે છે. કારણ કે એ સમજે છે કે ઘણા વખતનો પરિચય છે. જરા શરમ પડે કે આંખો ઢળી જતાં વાર ન લાગે. નીચી આંખો રાખીને જ સદાલકે ગોશાળાને જણાવી દીધું કે, “હવે એ બધી ભૂર્તિકાળની વાતો બની ગઈ. અત્યારે તો હું ભગવાન શ્રી મહાવીરદેવનો શ્રાવક બન્યો છું. તમારી સામે હવે ઊંચી આંખ કરીને જોવાનો પણ નથી, તો પછી બીજી ત્રીજી વાતોની તો આશા જ છોડી દો. છેવટે ગોશાળો એને ધન્યવાદ આપીને પાછો ફરે છે.
સભાઃ ગોશાળાએ તેને ધન્યવાદ કેમ આપ્યા ?”
જેનો ભક્ત બન્યો તેમના પ્રત્યે આવી મક્કમ વફાદારીનો ગુણ જોઈને એનાથી ધન્યવાદ અપાઈ ગયા. સદ્દાલક જૈનેતર હતો. ઇતરો પણ આવા મક્કમ હતા. આજે તો વાત વાતમાં “એમાં શું ?' એ વાતે ઘર ઘાલ્યું છે. વફાદારીનો ગુણ :
અંગ્રેજોમાં એ ગુણ હતો કે એક નોકર પોતાના માલિકને વફાદાર નીવડેલો માલૂમ પડે તો પછી એ વિરોધી હોય તોય એની પીઠ જરૂર થાબડે. એ ગુણથી તો ઘણા આત્માઓ ધર્મ પામે. ધર્મીમાં વફાદારીનો ગુણ ન હોય ? જેનું લૂણ ખાય તેનું જ હરામ કરનારા માટે તો ક્યા શબ્દો કહેવા ? જૈનકુળમાં જન્મેલો છતાં જૈનશાસનની નિંદા કરે એ ઘરમાં કે સમાજમાં તો રહેવા લાયક નથી જ, દુનિયામાં રહેવા લાયક નથી, કેમ કે જેના યોગે પોતે ઓળખાયો, મનાયો તેની પણ તેનામાં વફાદારી નથી. ગોશાળો એ રીતે જ સદ્દાલકનાં વખાણ કરે છે કે ભલે એ મહાવીરનો ભક્ત બન્યો. પણ જેનો એ ભક્ત બન્યો તેની વફાદારીમાં એ ટેકીલો કેવો ? આજે તો પચાસના પગારદારને કોઈ સો