________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
એકરાર કર્યો. સંયમ લઈ દેશના દેતાં પ્રસંગે પોતાના પાપને સભા સમક્ષ ખુલ્લું કરતા હતા. પરિણામે કેવળજ્ઞાન પામી મુક્તિએ ગયા અને કૈંક આત્માઓને મુક્તિમાર્ગે ચડાવ્યા. પાપ કરતો હોય તે જ પ્રતિજ્ઞા લે એમ ન માનતા. પાપ ન કરતો હોય તે પણ હવે પછી કદી ન કરવાનો નિયમ જરૂર લે. પાપ ન કરતો હોય તે પણ હવે પછી કદી ન કરવાનો નિયમ જરૂર લે. પાપને રોકવા અને ભવિષ્યમાં ફરી ન કરવા માટે નિયમ લે અને થઈ ગયેલા પાપનો પસ્તાવો કરે. પાપ નહિ કરનારને પસ્તાવાનું કારણ નથી પરંતુ ભવિષ્યમાં પાપ ન થાય તે માટે નિયમ કરે. સાત વ્યસનનો ત્યાગ કરવો એટલે સેવાયાં હોય તો તેનો પશ્ચાત્તાપ કરવો; વર્તમાનમાં તેના સેવનનો ત્યાગ અને ભવિષ્યમાં તેનું સેવન ન કરવાનો નિયમ. ન સેવાયાં હોય તેને વર્તમાનમાં સેવનનો ત્યાગ અને ભવિષ્યમાં કદી નહિ સેવવાનો નિયમ.
૧૦૪
1292
આ સાત વ્યસનના ત્યાગના નિયમમાં જૈનકુળની આબાદી છે. જૈનકુળને કલંક લગાડનારાં આ સાતે વ્યસનોના ત્યાગમાં જ આત્માનું કલ્યાણ અને જૈન સમાજનો ઉદય છે. દુનિયાની દૃષ્ટિએ પણ આ સાત વ્યસનોના ત્યાગવાળું જીવન ઉત્તમ છે. એના નિયમથી બીજાં મોટાંમોટાં પાપો આપોઆપ જીવનમાંથી નીકળી જાય છે.
શ્રાવકને પૂજાનો પણ નિયમ હોય. બહારગામ જાય ત્યારે પણ સામાન્ય રીતે પૂજાની સામગ્રી, સામાયિક-પ્રતિક્ર્મણની સામગ્રી સાથે જ રાખનારા ભાગ્યવાનો છે. રસ્તામાં એક ટ્રેન જતી કરીને પણ એ પોતાની આવશ્યક ક્રિયાનો સમય સાચવે. આગળ શ્રાવકો વહાણવટે પણ જતા અને સાર્થવાહો સાથે સાર્થમાં પણ જતા. એ પોતે સ્વતંત્ર હોઈ ફાવે ત્યાં જહાજને રોકતા કે સાર્થનો પહાડ કરતા. બધા જ આવશ્યક કરતા એવું નહિ પરંતુ કરનારાની સગવડ સાવચતા. ચાલુ જહાજમાં કે ટ્રેનમાં આવશ્યક ક્રિયા થાય નહિ એ વિધિ. ત્યાં અપવાદ એટલો કે સામાયિક ઉચ્ચર્યા વિના આવશ્યક ક્રિયાનાં સૂત્રોની મનમાં ધારણ કરે. પણ એ અપવાદ ક્વચિત્.
સભા વિલાયત જવું પડે તો ?’
પહેલી વાત તો એ કે એવા દેશમાં જૈનો જાય જ શા માટે ? સંયોગવશ કદાચ જવું પડે તો પોતાના નિયમોને જાળવવાના નિર્ણય સાથે જાય. બહાર જઈએ એટલે નિયમોમાં બધી છૂટ એ માન્યતા મનની નબળાઈ સૂચવે છે. શ્રી કુમારપાળ મહારાજાના સમયમાં કુંબેરદત્ત નામનો શ્રેષ્ઠિ મોટા સાર્થ સાથે જહાજમાં સાગરમાર્ગે દેશાટન કરવા ગયાની વાત આવે છે. શરીરની