SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ 1293 – – ૭ઃ જૈનજીવનનું મહત્વ અને કર્તવ્ય - 87 – ૧૦૫ અનુકૂળતા માટે આજે ટ્રેનમાં જેમ પોતાની રીઝર્વ બોગી રાખનારા છે તેમ ધર્મની અનુકૂળતા માટે એ શ્રેષ્ઠિઓ પોતાનાં ખાસ જહાજ રાખતા અને પોતાના લીધેલા નિયમો સાચવતા. કુબેરદત્ત શેઠની નિયમપોથી વાંચી મહારાજા શ્રી કુમારપાળ આશ્ચર્યચકિત બની ગયા હતા. જહાજની વાત જુદી છે પણ આજે ટ્રેન માટે તો એવો પ્રશ્ન છે જ નહિ. ગમે ત્યાં ઊતરી પોતાની ક્રિયા સાચવી બીજી ટ્રેન પકડી શકાય છે. ટ્રેનો ઘણી હોય છે. નિયમ સાચવવા માટે સામગ્રી કમ નથી. વિલાયત જેવા પરદેશમાં જવું એ જ ઇચ્છવા યોગ્ય નથી. જ્યાંના બધા રીતરિવાજો જ જુદા, જ્યાં ઠંડીના કારણે સ્નાન પણ લોકો આઠ-પંદર દહાડે કરતા હોય; ત્યાં પૂજા હંમેશાં થાય શી રીતે ? ત્યાંનાં ખાનપાન અને બધી રીતભાત જ એવી કે ધર્મને ઊંચો મૂકવો પડે. બહુ સંસ્કારી અને હૃદયનો રાગી હોય તો મનમાં દુ:ખ ધરાવે અને સચવાય તેટલું સાચવે ! વસ્તુતઃ ધર્મના નિયમો સાચવવા માટે આવા પ્રદેશોમાં જવું એ જ યોગ્ય નથી. આજીવિકા માટે જવું પડે તો ખિન્ન હૃદયે જાય. પોતાને ધર્મથી દૂર થતો દુર્ભાગી આત્મા માને. પરંતુ આજે એ સ્થિતિ છે ? આજે જનારા બળતા હૃદયે નથી જતા પણ મોજથી ગર્વપૂર્વક જાય છે. ન છૂટકે, બળતા હૃદયે જનારા માટે સામાયિક ઉચ્ચર્યા વિના મનમાં સૂત્રોના ઉચ્ચારપૂર્વક ક્યિા કરવાનો અપવાદ ખરો પણ તે રૂઢ નહિ, ક્વચિત્. જૈનજીવન માટેના સામાન્ય નિયમો 'સાત વ્યસનની વાત કરી ગયા. જિનપૂજા, ગુરુવંદન અને વ્યાખ્યાનશ્રવણના નિયમોને વિચારી ગયા. હવે બીજા સામાન્ય ગણાતાં વ્યસનોની વાત ઉપર આવો. ફાજુલ, નકામા, આર્થિક દૃષ્ટિએ ભારભૂત, શરીરને બગડનારા અને વૈદકશાસ્ત્ર પણ જેનો નિષેધ કરે છે એવાં કુવ્યસનોનો ત્યાગ કરવાના નિયમો કરવા જોઈએ. નાટક, ચેટક, સિનેમા, સરકસ, જલસા, હૉટેલ, ચા, પાન, બીડી, ચિરૂટ, સીગાર, જ્યાં ત્યાં ખાવું, જે તે ખાવું, રાત્રે ખાવું, રસ્તામાં ઊભા ઊભા ખાવું અને જાતજાતનાં પીણાં પીવાં આ બધું શું છે એ જરા વિચારો ! મંદિરના ચોકમાં કોગળા કરવા પાણી શા માટે રાખવું પડે છે ? તમે પાનના ડૂચા ચાવતા ચાવતાં આવો છો માટે. પાન ખાઈને કોગળા મંદિરના ચોકમાં કરવાના હોય ? એ સંમૂચ્છિમ ઉત્પત્તિનાં સ્થાનો મંદિરના આંગણે ઊભા કરવાં પડે ? તમે કદાચ એના વગર ન રહી શકતા હો તો ભાણે બેસી જવાય તેટલું ચાવી મોં સાફ કરીને બહાર નીકળો તો શું વાંધો આવે ? માણસ ઊઠીને રસ્તામાં હાલતાં ચાલતાં ખાય ? આજે તો ચોવીસે કલાક મોટું ચાલતું રાખવાની
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy