SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ 1239 – ૪ : જૈનશાસનમાં નિયમનું મહત્ત્વ : - 84 – ૫૧ તો તમારે છાયા પણ નથી જોઈતી ? છાયા આપનાર તો કદાચ ન બની શકો પણ કોઈ છાયા આપે તો લેવામાં પણ વાંધો ? તો પછી સંસાર ભયંકર લાગે છે એની ખાતરી શી ? કહી દો કે સંસાર અમને ભયંકર નહિ પણ મીઠો લાગે છે. માટે તો પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ પહેલી જ બે શરત મૂકી. ઇંદ્રિયજયાષ્ટકમાં તેઓશ્રી પહેલી જ બે વાત પૂછે છે કે સંસારનો ભય લાગ્યો છે? મુક્તિનો પ્રેમ જાગ્યો છે ? જો આ બે વાત કબૂલ હોય તો પછી ઇંદ્રિયજય માટે તમામ પુરુષાર્થ ફોરવવા આ મહાત્મા ફરમાવે છે. આવા મહાત્માઓ જ્યારે ઇંદ્રિયજ્ય કરવાનું ફરમાવે છે ત્યારે તમારે મોટા ભાગે ઇંદ્રિયો બહેકાવવાની ક્રિયા ચાલુ રાખવી છે ? ઇંદ્રિયો પર કાબૂ મેળવવા નિયમોની જરૂર અંગે શાસ્ત્રકારો ભારપૂર્વક ફરમાવે છે ત્યારે બહાર આજે એવું ભયંકર વાતાવરણ ફેલાવવામાં આવ્યું છે કે-“નિયમ લેવો જ નહિ; કેમકે ન.લેવા કરતાં લઈને ભાંગવામાં મહાપાપ છે. નિયમ ભાંગ્યો તો નરકે જ જવું પડે, માટે નિયમ લેવો જ નહિ.” આ રીતે નિયમ સામે એક મોટો વાઘ ઊભો કરવામાં આવે છે. સભાઃ નિયમ લઈને ભાંગે એ તો નરકે જાય પણ નિયમ લે જ નહિ તે કઈ ગતિમાં જાય ? ' એ તો સ્વર્ગે જ જવાના, એમ એ લોકો માનતા હશે. વિરતિધરો માટે નરકાદિ ગતિ અને અવિરતિધરો માટે સ્વર્ગનાં વિમાનો, આવું એમનું મંતવ્ય હોવું જોઈએ; નહિ તો આવી વાતો તેઓ કેમ કરે ? જેઓ નિયમોને નથી જ માનતા એવા નાસ્તિકોની વાત જવા દો પણ જેઓ નિયમમાં માને છે તેઓ જ આવી વાતો આજે કરી રહ્યા છે. ભાગ્યયોગે કોઈ પુણ્યવાન નિયમ લેવા તૈયાર થાય એને પહેલેથી જ ભાંગવાનો અને ભાંગ્યો એટલે નરકે જવાનો મોટો ભય બતાવે. પછી પેલો નિયમ લેવા આવનારો નિયમ લે જ કઈ રીતે ? હજી તો નિસરણી પર પગ મૂક્યો જ નથી ત્યાં પડી જવાનો મોટો ભય બતાવે, એટલે પેલો બિચારો પગ મૂકતાં જ ડરે. વ્યવહારમાં જો આવું કરવામાં આવે તો વ્યવહારનું કોઈ કામ કરવા લાયક જ ન રહે. લાખ મળ્યા પછી એ રહેવાના જ એ નક્ક નથી, જાય પણ ખરા; છતાં મેળવો છો શા માટે ? જન્મેલા મરવાના એ નક્ક છતાં જન્મ આપવાનું બંધ કેમ નથી થતું ? કન્યા માટે મુરતિયો શોધવા નીકળનારા શરૂઆતમાં જ “રાંડશે તો ?' એવી શંકા કેમ નથી કરતા ? કરે તો તે ડાહ્યા છે કે મૂર્ખ છે ? એવી અપશુકન ભરેલી વાણી ઉચ્ચારનારાને ઘરમાં રખાય જ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy