SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦. સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૩ 1288 નિયમ, અંકુશ મૂકે તેવો જોઈએ ? ચિત્તકૂટો ઊંચાં, ઉજ્વલ અને ઝળહળતાં હશે તો જ શ્રી સંઘરૂપી મેરૂ દીપશે. આ કૂટ (શિખર)નો મૂળ પાયો જ નિયમ છે અને આજે એ નિયમની ભાવનામાં જ પોલાણ છે. નિયમ લેતી વખતે જ કહે કે- નિયમ આપો પણ અગવડ ન પડે એવો આપો.' વ્રત લેતાં પણ એમ જ કહે કે-“ભલે બારે વ્રત આપો પણ એવી રીતે આપો કે એ પાળવામાં જરાયે હરકત ન આવે અને કદી યાદ જ ન કરવાં પડે; અને એને માટે કોઈ નોંધપોથી રાખવાની જ જરૂર ન પડે. બધી તરફ એટલી છૂટ રાખી હોય કે ક્યાંય ભૂલથીયે વાંધો ન આવે. પરિગ્રહના નિયમમાં દસ-વીસ ક્રેડની મર્યાદા રાખે, દિશિ પરિમાણની વાતમાં આખી દુનિયામાં રખડી શકાય એટલા ગાઉ રાખે, વનસ્પતિમાં જેટલી જાણતો હોય એમાંની એક જાત બાકી ન રહી જાય એવી છૂટ રાખે; હવે આ રીતે નિયમ લેનારને નિયંત્રણ શું થયું ? નિયમ લેવા છતાં નિયમનો હેતુ શો જળવાયો ? ફૂલની પાંખડીની વાત તો ઘણા દિવસો કરી. હવે તોં ફૂલની વાત કરું છું અને પછી ફળ માટે આગળ વધવું પડશે. ઇંદ્રિયો અને મનને દમવા માટે નિયમ છે. નિયમનો એ હેતુ આ જાતિના નિયમથી સરતો નથી. જે નિયમથી જીવન થોડું પણ પાપથી વિરામ ન પામે તે નિયમ શાનો ? કોઈ નવો માણસ હોય. તદ્દન અપરિચિત હોય, ધર્મસંસ્કાર પામેલો ન હોય એવો આવે, તેને તો ગમે તેવો નિયમ અપાય, પણ વર્ષોથી આવતારા, જૈનનો ઇલ્કાબ ધરાવનારા, એને પોતાના જીવન પર અંકુશ મૂકનારો; પોતાના જીવનને મોટાં પાપોથી બચાવનારો એક પણ નિયમ ન હોય તો તે યોગ્ય ગણાય ? ડાહ્યા હાથી પર પણ મહાવત અંકુશ વિના સવાર ન થાય. હાથી પર કાબૂ રાખવા એ ગંડસ્થલ પર બેસે અને મર્મસ્થાનમાં અંકુશનો પ્રહાર કરે, એ નિયમ. ડાહ્યો હાથી ક્યારે ગાંડો થશે એનો ભરોસો જ નહિ. અંકુશ પણ તીક્ષ્ણ જ હોય, બહું ન ચાલે. જૈન માત્રને એકાદ નિયમ કે નિયમો એવા હોવા જ જોઈએ કે જે પોતાના જીવનને ઘોર પાપથી બચાવ્યા વિના રહે જ નહિ. હાથીનો મહાવત હાથીને તીક્ષ્ણ અંકુશ એવી જગ્યાએ મારે કે હાથીને ફરજિયાત બેસવું જ પડે. એ રીતે માણસને એકાદ નિયમ તો એવો જોઈએ જ કે જેથી જીવન અંકુશમાં આવી જાય અને પાપથી બચી જવાય.. - સાતે વ્યસનના ત્યાગી શ્રાવક આજે કેટલા છે ? આમાં તો સાધુપણાની વાત નથી ને ? * સભાઃ “સાધુપણાની છાયા તો છે જેને ?
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy