________________
૪૪૮ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
1636 જ્યાં ત્યાં પોતાનું પોઝીશન જાળવવાની મથામણમાં જ હોય. એ જાણતા નથી કે અહીં દહેરે-ઉપાશ્રયે તો એ પોઝીશન બહાર મૂકીને આવવાનું છે. રાજા પણ છત્ર, ચામર, દંડ વગેરે રાજચિહ્નો મંદિરમાં ન લાવે કેમ કે, સમજે છે કે ત્રણ જગતના નાથ પાસે રાજા તરીકે ન જવાય. રાજા તો દુનિયાનો, પણ ત્યાં રાજા નહિ. કુમારપાળ મહારાજાએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરી મહારાજાને કહ્યું હતું કે, “હું અઢાર દેશનો રાજા ખરો પણ આપનો તો ગુલામનો પણ ગુલામ થવાને લાયક નથી. આપે મને રાજા ન માનવો. આપ જો મને રાજા માનશો તો મારો નાશ નક્કી છે.” વાત પણ ખરી કે જો ગુરુ રાજા માને તો પછી સાચી વાત કહી શકે જ નહિ. ખામી તો સેવક મનાય ત્યાં બતાવાય. શેઠિયાઓએ પોતાની શેઠાઈને બહાર મૂકીને મંદિર-ઉપાશ્રયમાં આવવું જોઈએ. * : આ શાસનની મર્યાદાઓ જુદી છે:
શ્રી જૈનશાસનના કાયદા અદ્ભુત છે. અહીં એક દિવસના સંયમીને પણ છ ખંડના માલિક વંદન કરેએના ચરણોમાં માથું મૂકે. ઇતર શાસનમાં તાપસના આશ્રમમાં રાજા જાય તો ત્યાં એ અતિથિ ગણાય અને તાપસો એનું આતિથ્ય કરે. અહીં એમ નથી. અહીં તો મુનિ જો રાજાને ત્યાં જાય તો રાજા સન્માન કરે, પણ રાજા મુનિ પાસે જાય તો મુનિ ઊભા પણ ન થાય અને બેઠા બેઠા જ ઠંડકથી “ધર્મલાભ” આપે. અપરિચિત રાજા આવવાનો હોય અને એને ધર્મ પમાડવાની બુદ્ધિ છે, તો ત્યાં શાસ્ત્રકારોને એક વિધિ રાખવી પડી. જો એ આવે ત્યારે આચાર્ય ઊભા થાય તો સંયમની લઘુતા દેખાય અને જો ઊભા ન થાય તો પેલા કદાચ ઘમંડી હોય તો ધર્મ પામે નહિ અને સંસારમાં રૂલે; માટે એના આવવા અગાઉ જ આચાર્ય મુકામમાં આંટા માર્યા કરે. પેલો આવે અને હાથ જોડે એટલે આચાર્ય “ધર્મલાભ” કહે અને પછી બેય બેસી જાય. આવો વિધિ રાખવો પડ્યો. બાકી જો સાધુ સામે લેવા જાય તો એને સંયમની કિંમત નથી. આ ઓઘાના ગૌરવને સાચવવા જે મર્યાદા જાળવવી પડે તેનું માન એ ઓઘાને જ છે. દુનિયામાં વ્યવહાર છે કે નામ ખાતર પણ અમુક કામ કરવાં પડે. પોતે ભલે ભડકું ખાતો હોય પણ મહેમાન આવે ત્યારે એને યોગ્ય (છેવટ ઘઉની રોટલીથી પણ) સરભરા કરવી પડે. એ રીતે સાધુતાના અને શ્રાવકપણાના ગૌરવને જાળવવા પણ બધું કરવું પડે. જ્યાં કોઈને સાધુની ગણના નથી ત્યાં જવાથી સાધુતાનું અપમાન છે. હજારો ગૃહસ્થોની સભામાં મુનિ જઈને બધાની સાથે ભોંય પર બેસી જાય એ મૂર્ખાઈ નથી ? એ પોતે ભલે પોતાને નિરભિમાનીમાં ખપાવે પણ લોક શું કહેશે ? લોક તો માનશે કે, “આ પણ