SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ 1390 સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ શાસ્ત્ર તો કહ્યું કે-‘સીતાએ રાવણ સામે આંખનું પોપચું પણ ઊંચું નથી કર્યું;' ત્યાં તો એ કહેશે કે ‘આ કેમ બને ?’ એ તો જેવો પંડ તેવું જગતને જુએ. વીસમી સદીમાં જન્મેલા અને એકવીસમી સદી તરફ દોડી રહેલા તેમને આ બધી વાતો અતિશયોક્તિભરી જ લાગવાની. એ લોકો પોતાને ગમે તેટલું જ અને પોતાના વિચારો મુજબનું જ લખતા હોય તોયે ધૂળ નાંખી. પણ વાણી, વિચાર, હૈયું, જાત ને આત્મા એ બધું વેચીને લખતા હોય ત્યાં શું થાય ? એવાને કોણ સમજાવી શકે ? ભાડૂતી લેખકો પાસે લખાવનારાને જાહેરમાં આવવું પડશે ત્યારે જાતે પાખંડી હોય તેને સમજાવાય પણ એની પાછળ પાછળ દોરાનારાં ગાડરનાં ટોળાંને ન સમજાવાય. કુમત કાઢનારો પાખંડી તો દલીંલથી સમજે પણ ખરો; પરંતુ પેલા અભણોને શું સમજાય ? છાપાની કૉલમો ભરનારા બધા વેચાણ થઈ ગયેલા હોય છે. કોઈ, માણસના, કોઈ સ્ત્રીના, કોઈ નોકરના તો કોઈ અર્થકામના વેચાણ છે. એમને સમજાવવા જાઓ તો તરત કહેશે કે-‘અમને કોઈના ૫૨ અંગત વૈર નથી, અમારે કોઈ પોતાના કે કોઈ પારકા નથી, બધા સમાન છે. જ્યાંથી રૂપાની ગોળીઓ મળે ત્યાં અમે ઢળવાના. ત્યાંથી મહિને સો મળે છે, તમે સવાસો આપો તો તમારું લખવા માંડીએ.' આપણે એમને પૂછીએ કે-‘પછી પેલો દોઢસો આપે તો ?' તો કહેશે કે-‘તો તરત ત્યાં જાઉં ? મેં કોઈની કંઠી બાંધી નથી.’ હવે આવા લેભાગુ ભાડૂતીઓનું જેમણે શરણું લીધું છે, તેઓ મહિને કે છ મહિને પણ પસ્તાય નહીં તો કહેજો. આપણે તો જે હૈયે હોય તે બોલે અને લખે એવા જોઈએ. બાકી આવા લેભાગુઓની ટીકાની કોઈ કિંમત નથી. લખાવનારા પણ એવા હોશિયાર છે કે એ છૂપા જ રહે છે. એ સમજે છે કે બહાર આવ્યા તો નામોશી આવશે. જે દિવસે પુરવાર થશે કે લખાવનારા ફલાણા હતા તે દિવસે એ અદૃશ્ય થવાના; અથવા તો જાતનો બચાવ કરવાના કે-‘અમે વળી આવું લખાવતા હોઈશું ? ક્યાં ભગવાન સર્વજ્ઞદેવનું શાસન અને ક્યાં આ લખાણ ? આ તો કોઈ લેભાગુઓનાં લખાણ છે જેની સાથે અમારે કાંઈ લાગતુંવળગતું નથી.' પછી સામસામા એકબીજાને જુઠ્ઠા કરાવવાની કોશિશ કરે અને એક પ્રકારનું નાટક ભજવાય. પણ આવું બધું બનવાને હજી વાર છે. આવા માણસો માટે આખરે તો એ જ અંજામ છે પણ તેને સમય લાગશે. હજી દીવાલો તૂટી નથી, ભેદભરમ ભંગાયા નથી. તમે એવું બોલો કો એમને ખુલ્લા થઈને બહાર આવવું જ પડે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy