SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ 1989 - ૧૩: ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો - ૭૩ - ૨૦૧ પ્રભવ અને જંબુવામી : પ્રભવે જંબુકુમારના આવાસમાં પ્રવેશ કરી, આવેલા અનેક મહેમાનો તથા ઘરના સર્વે ઉપર અવસ્થાપિની નિદ્રા મૂકી ત્યારે શ્રી જંબુકુમારને એની અસર ન થઈ. તેમણે તરત પ્રભવને કહ્યું કે “પ્રભવ હું જાગતો છું. તારી વિદ્યાની મારા પર અસર નથી. વળી તું જે લેવા આવ્યો તે કશાની મને દરકાર નથી. આ બધી મિલકત અને આઠે સ્ત્રીઓને મૂકીને કાલે સવારે હું ચાલી નીકળવાનો છું. પણ અત્યારે આ બધા મારા વિશ્વાસે ઊંઘી રહ્યા છે માટે તને ચેતવું છું કે તારાથી કાંઈ લઈ શકાશે નહિ. તરત પ્રભવને વિચાર થયો કે-“આ માલિક મૂકવા માગે છે અને હું ચોટ્ટો લેવા માગું છું. એ વાણિયો અને હું ક્ષત્રિય છું. પરન્તુ સાચો ક્ષત્રિય તો એ છે ! પ્રભવ પણ તરત ચેતી ગયો અને જંબુકુમારની પાછળ દીક્ષા લેવા તૈયાર થઈ ગયો. તેના સાગરીત પાંચસો ચોર પણ તેની સાથે જ દીક્ષા લેવા તૈયાર થઈ ગયા. મમતા છૂટે અને ખુલ્લા દિલે ચોરને જો આ રીતે કહેવાય તો એ પણ છોડવા તૈયાર થઈ જાય અને એને પણ ગુસ્સો ન આવે; પરંતુ એક તરફ ચોરને આ રીતે વાતમાં રોકી રખાય અને બીજી તરફથી પોલીસને બોલાવી લેવાય તો આમ ન બને અને રખે ચોરને જો એ વાતની ખબર પડે જાય તો હથિયારનો ઘા કરી નાસી છૂટે. -એમને મન શાસ્ત્રોની કંઈ વાત અતિશયોક્તિ નથી ? 'એ લોકોને શાસ્ત્રોની વાતો અતિશયોક્તિ લાગે છે અને તે લાગે જ, કેમકે 'પાપી જીવો માટે શાસ્ત્રની એક એક વાત અતિશયોક્તિ છે. શાસ્ત્ર તો કહે છે કે : “સંસારમાં રહેવું પડે તો રહેવું પણ રાચવું નહિ. સંસારમાં રહ્યા છતાં જે રાચે નહિ તે જ સમ્યગ્દષ્ટિ, બીજા નહિ. સમ્યગ્દષ્ટિ છે કે જે તપાવેલા લોઢાના કાયા પર જે રીતે રહેવાય તે રીતે રહે.” આ બધી વાતો એમને અતિશયોક્તિ - ના લાગે ? એમને માટે શાસ્ત્રની કઈ વાત અતિશયોક્તિ નથી? | ( શાસ્ત્ર કહ્યું કે “દેવ તો તે કે જેનામાં રાગદ્વેષનો અંશ પણ ન હોય; આ વત એ માનશે? ( શાસ્ત્ર કહ્યું કે- સાધુ છે કે જે પાપની-સંસારની વાત પણ ન કરે,” આ વાત એ માનશે ? શાસ્ત્ર કહ્યું કે કરેલું, કરાવેલું, અનુમોદેલું સાધુને ન કલ્પ, સાધુ તો નવકોટિ શુદ્ધ આહાર કરે; આ વાત એમના ગળે ઊતરશે ?
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy