SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 1388 બોલાવી સલાહ માગી કે હવે શું કરવું ? મંત્રી કહે હુકમ હોય તો સૈન્ય લઈ સામો જાઉં. રક્ષણ કરવા માટે જવાનું નક્કી કર્યું. રાણી અને મંત્રી સૈન્ય લઈ સામે જવા નકળ્યા. મંત્રીને સુકાન સોંપ્યું. માર્ગમાં વહેલી સવારે મંત્રી પ્રતિક્રમણ કરે છે, તે એક સૈનિકે જોયું. રાણી પાસે જઈને એ સૈનિકે કહ્યું કે-“એ એચિંદિયા; બેઇંદિયા કરે છે, તે યુદ્ધમાં શું ઉકાળશે ? ત્યાં તો પંચિંદિયા સામે શસ્ત્રો ચલાવવાનાં છે.' રાણી પણ આ સાંભળી મૂંઝવણમાં પડી ગઈ, પણ હવે શું થાય ? તાજું જ સુકાન સોંપ્યું તે એકાએક પાછું પણ કેમ ખેંચાય ? યુદ્ધ થયું અને એ જ મંત્રી દુશ્મન રાજાને બાંધીને રાણી પાસે લઈ આવ્યો. રાણી ખુશ થઈ ગઈ. દુશમન રાજાએ શરણાગતિ સ્વીકારી એટલે સુધી કરી છૂટો કર્યો. પછી પોતાની શંકા ટાળવા મંત્રીને પૂછ્યું કે “મંત્રીશ્વર ! એગિદિયા બેઇંદિયાની ચિંતા કરનારો પંચિંદિયા સામે શસ્ત્રો કેવી રીતે ચલાવે ? આ તમારી વાત સમજાતી નથી. મંત્રીએ કહ્યું- મહારાણીજી ! આ કાયા આપને સોંપી છે પણ મન-વચન તો ધર્મને સોંપ્યાં છે. નોકરીને વફાદાર રહી દુશમનને ભલે બાંધી લાવ્યો; પરંતુ એના પ્રત્યે કોઈ દુશ્મનાવટનો ભાવ નથી, કેવળ ફરજનું પાલન છે. મારા એચિંદિયા, બેઇંદિયા જ એ બધું મને શીખવાડે છે. ચોરને પણ શાહુકાર બનાવ્યો : દુનિયામાં પેટ ખાતર બધું કરવું પડે તો પણ મન-વચનને બગાડવાં એવો કાયદો નથી. પંચેંદ્રિયને બાંધે, તેના પર.પ્રહાર કરે અને તેને ઘટતી શિક્ષા પણ કરે; પરન્ત પંચેંદ્રિયને મારું તો બીજા એકેંદ્રિય આદિના શા હિસાબ ? એવા ગોલા હિસાબ ગણાય? એક અપરાધી આંગણે આવ્યો ને ઘરમાંથી વસ્તુ ઉઠાવી જવાની પેરવીમાં છે અને ઘરમાં રહેનારની ઘરની તથા ઘરની મિલકતની મમતા છૂટી નથી તો બનવા જોગ છે કે પેલા પર ગુસ્સો પણ આવે, એને શિક્ષા કરવાનું મન પણ થાય અને શિક્ષા કરે પણ ખરો. જો મૂર્છા ન હોત તો તેને લઈ જવા દેત, તેને શિક્ષા ન કરત. વિચાર કરતા કે “આવી તુચ્છ વસ્તુ માટે ગુસ્સો શું કરવો ? ભલે બિચારો એ લઈ જતો. આ તો મૂર્છા છૂટતી નથી, આના વિના ચાલતું નથી માટે ગુસ્સો આવી જાય છે. બાકી તો હું પામર છું માટે મને એ અપરાધી દેખાય છે.” નહિ તો પોતે જાતે અપરાધી બની મને પરિગ્રહથી મુક્ત બનાવી શ્રી જિનેશ્વરદેવના ત્યાગમાર્ગમાં સહાયક બને એના જેવો બીજો સારો મિત્ર કયો હોય ?' આવી ભાવના થવી જોઈએ. સાચા દિલે ચોરને પણ જો આવું કહેવામાં આવે તો એ પણ મૂંઝાઈ વિચારમાં પડે. પ્રભવ ચોરને શ્રી જંબુસ્વામીએ આ રીતે જ શાહુકાર બનાવ્યો.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy