SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ હવે આપણે મૂળ વાત ઉપર આવો. દાનનું કારણ લક્ષ્મી નથી અને શીલનું કારણ શરીરબળ નથી, એના દૃષ્ટાંત તરીકે આપણે સીતાજી અને રાવણને યાદ કર્યાં. સીતાજીએ કેવું શીલ પાળ્યું ? અને રાવણની કઈ દશા હતી ? એ જ રીતે તપ પણ મજબૂત શરીરવાળો જ કરે છે એવું નથી. મજબૂત શરીરવાળા કાંઈ નથી કરતા અને સૂકલકડી શરીરવાળા છટ્ઠ, અઠ્ઠમ આદિ કર્યા જ કરે છે. પેલાને તો સંવત્સરીનો તપ શરમથી કરવો પડે તેમાંયે ઘણી મૂંઝવણ થાય છે. સભા : નબળા વિકારને આધીન ઝટ થાય ને ?’ ૧૪ 1202 એ વ્યાખ્યા ખોટી છે. ઇંદ્રિયોને આધીન હોય તે વિકારને આધીન થાય. ઉત્તમ ભાવના જાડા શરીવાળાને જ આવે એવું નથી. જ્ઞાનીએ કહેલી વાત પર શ્રદ્ધા ધરાવનાર, પુણ્ય-પાપ-સ્વર્ગ-નરકની આસ્થાવાળાને સારી ભાવના આવે. સભા ઇંદ્રિયોની આધીનતા અને ઇંદ્રિયોનો નિગ્રહ એ બેમાં કુદરત સામે બળવો કોને કહેવાય ? મહાસુખભાઈએ કહેલી આ વાત છે. અહીં તમે કુદરત કોને કહો છો ? એ તો કહે છે કે બાળપણમાં ૨મવું, જુવાનીમાં વિષયસેવન કરવું, પ્રૌઢાવસ્થામાં છોકરાં સાચવવાં અને વૃદ્ધપણામાં લાળ કાઢવી એ ધર્મ, એ કુદરત. મરતી વખતે હાથપગ ઘસતા ઘસતા મરવું અને પછી લાકડામાં સળગી મરવું એ કુદરત, અને એ બધાથી વિપરીત કરવું એ બળવો. સંયમપૂર્વક જીવન જીવવું અને મરણ વખતે પંચપરમેષ્ઠિનું સ્મરણ કરતાં મરવું એને એ કુદરત સામેનો બળવો કહે છે. એ બળવો અમને મંજૂર છે. સભા ‘કુદરત એટલે શું ?’ એ ‘કર્મ’નો પર્યાયવાચી શબ્દ છે. ખરી વાત એ છે કે એમને નારકીની શ્રદ્ધા નથી. બાકી એમને દુઃખનો ડર નથી એમ ન માનો. એવાને ઓળખાવનારા તો મહાઉપકારીઓ છે. શાસ્ત્રકાર શ્રી ચિત્રકૂટો વિષે શું વર્ણન કરે છે તે હવે પછી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy