________________
૨ ઃ મળશે બધું પણ માગશો શું ? વીર સં. ૨૪૫૬,વિ. સં. ૧૯૮૪ ફાગણ સુદ-૬, ગુરુવાર, તા.૭-૩-૧૯૩૦
82
• નિયમનું મહત્ત્વ :
ધર્માત્માને પણ દુઃખ આવે : • ધર્મના ફળમાં શંકા કેમ ? • સર્વજ્ઞના વચનમાં શેકા કેમ નહિ ? • આજની બેકારીનું કારણ અને તેનો ઉપાય : • બેકારીની બૂમો મારનારને સાધુ શું કહે ? • મહાવ્રતનો પ્રભાવ : * .
ઇચ્છા વિના દીક્ષા ન આપીએ : , • અમે એના વાલી બનવા તૈયાર છીએ : • “દેશકાળ' જોવો એટલે શું ? • ધર્મ કહે છે કે “હું આપીશ બધું પણ માગીશ મા' :
નિયમનું મહત્ત્વઃ
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘમેરૂના ચિત્તરૂપ કૂટોનું હવે વર્ણન કરે છે. શ્રી સંઘને મેરૂપર્વતની સાથે સરખાવતાં મેરૂની જેમ તેની પીઠ અને મેખલાનું સ્વરૂપ વર્ણવી ગયા. હવે જેમ શ્રી મેરૂગિરિને સુવર્ણમય શીલા ઉપર ઊંચાં, ઉજ્વળ અને ઝળહળતાં શિખરો હોય છે તેમ શ્રી સંઘમેરૂ પર કૂટને સ્થાને ચિત્ત છે અને સુવર્ણમય શીલાને સ્થાને ઉત્તમ પ્રકારના નિયમો છે. સંઘમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા હોય. તેમના ઉત્તમ નિયમોરૂપી શીલાતલ પર ચિત્તરૂપી ઊંચાં, ધવલ અને કાંતિમાન કૂટ હોય. હવે નિયમ કોને કહેવાય તે ટીકાકાર મહર્ષિ ફરમાવી રહ્યા છે.
પાંચેય ઇંદ્રિય અને નોઇંદ્રિય (મન), એ છએને દમે તે નિયમ. આ છએ જ્યાં સુધી અંકુશમાં ન આવે ત્યાં સુધી ચિત્તશુદ્ધિ થાય જ નહિ અને ચિત્તશુદ્ધિ ન થાય ત્યાં સુધી શ્રી સંઘમેરૂની એ ઊંચાઈ અને શોભા આવે જ નહિ.
આ વર્ણન શ્રી સંઘનું ચાલે છે. ભિન્ન ભિન્ન રૂપકોથી વસ્તુ સમજાવવાની આ યોજના છે. કોઈ કહેશે કે “સંઘ બનવું એમાં નિયમની જરૂર શી ?” તો એ