________________
૧૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
ચાલે ? એવું કહેનારા બિચારાઓ શ્રી સંઘના સ્વરૂપને સમજ્યા જ નથી. શ્રી જિનેશ્વરદેવે પણ નિયમો લીધા છે. શું એમનું મન નબળું હતું ? નિયમ વિનાનું જીવન શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ન નભે. શાસ્ત્ર શ્રી જિનેશ્વરદેવ પછી તરત જ શ્રી સંઘને પૂજ્ય કહ્યો છે અને તે પણ તીર્થંકરવત્ પૂજ્ય કહ્યો, તો એમાં કાંઈ મહત્ત્વ હોય ત્યારે કે એમ જ?
1204
જે શાસનમાં સરાગી દેવ ન ચાલે, ઘરબારી ગુરુ ન ચાલે, ત્યાગની વાત વિનાનો ધર્મ ન ચાલે, તે શાસનમાં શ્રી સંઘને તીર્થંક૨વત્ પૂજ્ય કહ્યો તો તે કોને ? જેને તેને તો ન જ કહ્યો હોય ને ? આ વાત બરાબર વિચારો. આ શાસનમાં દેવ તો વીતરાગને જ મનાય છે, ઘરબાર કુટુંબ પરિવાર ધરાવનારા ગમે તેવા હોશિયાર અને ભણેલાગણેલા હોય તો પણ તેને ગુરુ માનતા નથી અને ધર્મ ‘આ લઉં ને તે લઉં’ એમાં નથી પણ દુનિયાની બધી મમતા જે ક્રિયા છોડાવે તેમાં જ છે. જે જૈનશાસનમાં દેવ, ગુરુ અને ધર્મતત્ત્વની આટલી મહત્તા છે તે શાસનમાં શાસ્ત્રકારો શ્રી સંઘને ભગવાન જેવો પૂજ્ય કહે, તે કયાં સંઘને ? એ સંઘનો અર્થ કેવળ સમુદાય ન હોય. જો સમુદાયની જ પૂજા કરવાની હોત તો તો સંઘ શબ્દની જરૂર શી હતી ? જ્યાં બે-પાંચ ભેગા થયા કે પૂજા કરવા લાગી જવાનું હોત, પણ એવું નથી. એ શ્રી સંઘનું સ્વરૂપ સમજાવવા માટે જુદાં જુદાં રૂપક સૂત્રકા૨ તથા ટીકાકાર મહર્ષિ આપે છે. નગર, ચક્ર, રથ, કમળ, ચંદ્ર, સૂર્ય અને સાગર એ સાત રૂપકથી સમજાવી ગયા બાદ હવે મેરૂની ઉપમાથી શ્રી સંઘ સ્વરૂપને એ ઉપકારીઓ સમજાવી રહ્યા છે.
મેરૂની પીઠ જેમ વજ્રરત્નમય હોય, દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય, તેમ શ્રી સંઘમેરૂની સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમય પીઠ હોય અને તે પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય. પીઠ તો મજબૂત જ જોઈએ. વાતવાતમાં હાલે એ પીઠ તો પોલી ગણાય. આ સાચું કે તે સાચું, એ મૂંઝવણમાં વાતવાતમાં પડે તે શ્રી સંઘ ન કહેવાય. જ્યાં પીઠમાં ઠેકાણું ન હોય ત્યાં ઉપરની કાર્યવાહી કેમ થાય ? એવા શ્રી સંઘનું સમ્યગ્દર્શન દૃઢ નથી.
ધર્માત્માને પણ દુઃખ આવે
‘સમ્યગ્દર્શન’ એ કાંઈ રમકડું નથી કે તમે માગો અને અમે આપી દઈએ. એ તો આત્માનો એક એવો ગુણ છે કે એ જેનામાં પેદા થાય તેનું જીવન દુનિયાના સામાન્ય માનવોથી તદ્દન ફરી જાય. દૃઢતા વગેરેમાં આપણે શું જોઈ આવ્યા ? શ્રી જિનેશ્વરદેવના વચનમાં ‘શંકા' ન હોય, એમના સિવાયના પરમતની પ્રાણાંતે પણ અભિલાષારૂપ ‘કાંક્ષા’ન હોય. સ્વયં શ્રી જિનેશ્વરદેવની