________________
1205 – ૨ : મળશે બધું પણ માગશો શું? - 82 – ૧૭ સઘળી આજ્ઞાનું પાલન ન કરી શકે એ બને પણ બીજે સહેલું જુએ અથવા ચમત્કાર જુએ કે ત્યાં શિર ઝુકાવે એ ન બને. ધર્માનુષ્ઠાનના ફળમાં જરા પણ શંકા ન હોય.
આજે તો આ વાતમાં બહુ મોટી પંચાત છે. કહે છે કે- “સામાયિક, પૂજા, પ્રતિક્રમણ વગેરે ધર્મ કરવા છતાં અમે દુ:ખી કેમ ? આવો પ્રશ્ન કરનારા બિચારા ધર્મનું સ્વરૂપ સમજ્યા જ નથી. શાસ્ત્ર કહે છે કે ધર્મ કરનારો વસ્તુત: દુ:ખી થતો જ નથી, દુ:ખી હોતો જ નથી. એને જે દુ:ખ દેખાય છે તે તો પૂર્વના પાપોદયના કારણે છે. સમ્યગ્દષ્ટિ આત્મા એમાં દુ:ખ માનતો જ નથી. એ વિચારે છે કે પૂર્વના કર્મબંધના કારણે દુ:ખ આવે એમાં વાંધો શો ? ભગવાન મહાવીરદેવ તો પૂરા ધર્માત્મા હતા, છતાં એમને પણ કેટલું બધું વેઠવું પડ્યું ? ઉપસર્ગો ઓછા આવ્યા છે ? આજે તો કહે છે કે ધર્મમાં જો તત્ત્વ હોય તો દુ:ખ કેમ ?
શ્રી જિનેશ્વરદેવના અતિશયો તો બળવાન હોય છે ને ? ભગવાન જ્યાં વિચરે ત્યાં સવાસો યોજનમાં રોગ વગેરે ઉપદ્રવ ન હોય. તેમ છતાં ભગવાન મહાવીરદેવ રાજગૃહીમાં પધાર્યા તો પણ ત્યાં શ્રી શ્રેણિક મહારાજાના દીકરા મૃગા લોઢિયાને કેવી ભયંકર વેદના હતી ? ત્યારે ગૌતમ મહારાજાએ ભગવાનને પૂછ્યું છે કે “ભગવંત ! આમ કેમ ?” ભગવાને ત્યાં અતિ તીવ્ર કર્મનો ઉદય જણાવ્યો છે. “અતિશય” પણ ક્યાં કામ કરે ? ગમે તેવો હોશિયાર કારીગર હોય, ફેંકી દેવા જેવા કાષ્ઠમાંથી પણ કીમતી ચીજ બનાવવાની આવડતવાળો હોય, તો પણ તે લાકડામાં જ્યાં ગાંઠ આવે ત્યાં એ કદી હથિયાર ન ચલાવે. એ કહી દે કે આના ઉપર કારીગીરી નહિ થાય. કરવા જાય તો હથિયાર બુઠ્ઠાં થાય અને મહેનત માથે પડે. લાકડાં ચીરનારો પણ ગાંઠ આવે ત્યારે તેને આઘી જ કાઢે. પૂર્વે તીવ્ર પાપ બાંધીને આવ્યો હોય તે ન ભોગવવું પડે ? સમ્યગ્દષ્ટિ મનુષ્ય હોય કે તિર્યંચ હોય, એ દેવનું જ આયુષ્ય બાંધે. શ્રેણિક મહારાજા તથા કૃષ્ણ મહારાજાએ સમ્યત્વ પામ્યા પહેલાં આયુષ્ય બાંધેલું માટે એમને પણ નરકે જવું પડ્યું. ધર્મના ફળમાં શંકા કેમ?
ધર્મક્યિા કરતાં કરતાં પણ જ્યાં સુધી અર્થકામની ઇચ્છા છે ત્યાં સુધી ધર્મના ફળમાં સંદેહ થયા વિના રહેતો નથી. ધર્મમાં ફળ આપવાની શક્તિ ન હોત તો જિનેશ્વરદેવો એ કહેત જ નહિ; પણ એ વાતની ખાતરી નથી. ધર્મનું ફળ જ્યાં મુક્તિ જ માન્યું છે, ત્યાં લક્ષ્મી આદિ ન મળે તેથી સમ્યગ્દષ્ટિને દુઃખ