________________
૭ : જૈનજીવનનું મહત્ત્વ અને કર્તવ્ય ઃ - 87
કહે છે કે ‘અભક્ષ્ય ખાવાના નિયમ કરતાં સત્ય બોલવાનો નિયમ આપો.' પરંતુ અભક્ષ્ય ખાનારા સત્યવાદી ક્વચિત જ મળવાના. પરિણામ સારા લાવવા માટે ખોટાં ખાનપાન બંધ કરવાં જોઈએ. ખરાબ વાતાવરણથી દૂર ખસવું જોઈએ. હૉટેલમાં વાસી ખાનપાન હોય તેમાં શંકા છે ? જે ભોજનમાં બહુ વોનો નાશ હોય તે ખાવાથી હૃદયમાં સારા વિચાર આવે ક્યાંથી ? વૈદક પણ કહે છે ટાઢી વસ્તુઓને ઊની કરીને ખાવાથી નુકસાન કરે છે. હૉટલમાં બધી ટાઢી ચીજો મોટા ભાગે ઊની કરીને આપવામાં આવે છે. હૉટેલ બંધ કરો તો આ ડૉક્ટરોના પાટિયાં અડધાં નીચે ઊતરી જાય. એ ઊતરે એટલે દેડકાંની હિંસા અને દેડકા પ્રકરણ બંધ થાય. ‘અમારા વિના તમારાથી નહિ જિવાય' એવા પ્રલાપ પણ બંધ થાય. અહીં બેઠા છો એટલા પણ નિયમ કરો, તો પણ ઓછી અસર નહિ થાય. જ્યાં જાઓ ત્યાં છાયા પડ઼શે અને એક સારી હવા ઊભી થશે. પેલા બેપાંચ દિવસ મશ્કરી ક૨શે પણ અંતે તમને સુખી કહેશે.
સભા: બજારની જલેબી ખવાય ?’
1295
૧૦૭
જલેબી એક જ શા માટે ? આઇસ્ક્રીમ, કુલફી, સોડા, લેમન, શીખંડ, પૂરી ને પાતરાં વગેરે બધું અભક્ષ્ય છે. શ્રાવકથી આખો દિવસ પાન પણ ન ચવાય. એ ચાવતાં ચાવતાં બોલવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. આવા સામાન્ય નિયમો પણ ન હોય ત્યાં અણુવ્રતાદિ બાર વ્રતની વાત કરું પણ શી રીતે ? સાધુપણાનો ઉપદેશ પહેલાં શા માટે ?
શ્રાવકણું સહેલું નથી. શાસ્ત્ર સાધુપણાને સહેલો માર્ગ કહે છે. શ્રાવકપણાને વાંકોચૂંકો, ખાડા-ખડિયાવાળો અને કાંટાળો માર્ગ કહે છે. ઓઘો લેનારે તો ઘર આદિ મૂક્યું એટલે મમતાનો ત્યાગ સહેલો છે. શ્રાવકપણામાં તો પૈસાની તિજોરી પાસે બેસીને મમતાનો ત્યાગ કરવો એ સહેલું નથી. છોકરાંછૈયાં વચ્ચે રહીને મારાપણાનો ત્યાગ કરવો કઠિન છે, એટલા માટે તો ભગવાને સાધુપણાને મોક્ષ માટેનો સહેલો માર્ગ કહ્યો છે; અને હું પણ તમને રોજ સાધુપણાનો ઉપદેશ પહેલો એટલા માટે જ આપું છું. શ્રાવકને લાખ ચિંતા છે. સાધુને એમાંની એક પણ ચિંતા નથી. કમલના પત્તા પર પાણી ટકે જ નહિ, તેમ સાધુ થયો અને સાધુતા આવી એટલે પાપ અને કર્મ એના પરથી સરી જ પડે; એને ચોંટે જ નહિ . એની પાસે ચોંટે એવી સામગ્રી જ નથી. ગૃહસ્થને તો બંગલા, બગીચા, લાડી, વાડી, ગાડી એ બધું હોય એમાંથી ઊંચકીને પૌષધમાં લાવવો બહુ મુશ્કેલ. લાવ્યા પછી પણ જ્યાં ત્યાં નજર દોડાવે અને તાર