________________
૧૦૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
–
1295
ટપાલના વિચારમાં ખોવાઈ જાય. સ્નાન, સૂતક, કાણ, મોંકાણ બધું ગૃહસ્થને લાગે. સાધુ તો એ બધાથી છૂટ્યો.
શ્રી જિનેશ્વરદેવ પણ છોડી છોડીને ચાલી નીકળ્યા છે. ચક્વર્તી પણ માથાનો મુગટ ઉતારે, સાધુ થાય, ત્યારે જ એને આત્મિક સુખનો સાક્ષાત્કાર થાય છે. એ જ કાયા, એ જ વચન અને એ જ મન છતાં ચક્વર્તી સંસારમાં રહે તો કદી ધર્મ ન કરે. ત્યાં રહીને મરે તો નક્ક નરકે જ જાય. એ મુગટ ઉતારે એટલે બધો બોજો ઊતરે. પછી એ આત્માને આત્મસુખનું ભાન થાય છે. શ્રી જિનેશ્વરદેવના કથનની સત્યતાનો અનુભવ કરે છે. પાઘડી, ટોપી અને વાળનાં પટિયામાં શી ઉપાધિ છે તે જે સમજે તે જ જાણે. માથાના વાળ વધે એટલે એને સમારવા પડે. તેલ, કાંસકો જોઈએ અને અડધો કલાક રોજ એની પાછળ હજામતમાં બગાડવો પડે. જેટલો બોજો એટલી મજૂરી. સનતકુમારને રોગો થયા એવી ખબર પડી કે ઝટ ચાલી નીકળ્યા. રહ્યા હોત તો વૈદ્યો હકીમોના તોટા ન હતા. પણ પછી એ ધર્મ સાધત ?.
પેટનો ખાડો પૂરવામાં પણ ચાર ભાગ પાડવાની વિધિ છે. તેમાં બે ભાગ આહાર માટે, એક ભાગ પાણી માટે અને એક ભાગ પવન માટે. આ વિધિ જળવાય તો જ આરોગ્ય સચવાય.
તમે બધા આ કહેલા નિયમો પર વિચારણા કરી તૈયાર થાઓ. આ વિષયમાં હજુ પણ વિશેષ જે કાંઈ કહેવાનું છે તે હવે પછી.