________________
૮ : નિયમ નાનો પ્રભાવ મોટો વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, ફાગણ સુદ-૧૨+૧૩, બુધવાર, તા. ૧૨-૩-૧૯૩૦
88
નિયમ ભાંગી જવો અને ભાંગવો-એ બેમાં તફાવત : • જેમ સીડીને દોરડું તેમ જીવનમાં નિયમ : • તો.. તો... જગત સ્વર્ગ બની જાય :
નાના પણ નિયમનો પ્રભાવ : એક દૃષ્ટાંત :
જૈન તરીકે ઓળખાવું છે કે જૈન બનવું છે ? • તો ચાંલ્લો એ દંભ છે : • સમકિતીનો વ્યવહાર કેવો હોય ? • - • મંત્રીશ્વર વિમલશાહ : • જ્યાં ત્યાં અને જ્યારે ત્યારે ખાય તે માનવ કે પશુ ? • સહેલું શું, સાધુપણું કે શ્રાવકપણું ? • વેશ્યાગમન અને વિધવાવિવાહ:
નિયમ ભાંગી જવો અને ભાંગવો-એ બેમાં તફાવતઃ
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘની મેરૂ સાથે સરખામણી કરતાં પીઠ અને મેખલાના સ્વરૂપની સરખામણી કરી ગયા; અને હવે કુટ (શિખર)ના સ્વરૂપને સરખાવે છે. મેરૂની જેમ શ્રી સંઘને પણ ઊંચા પ્રકારના ચિત્તરૂપી કૂટો તદ્દન ઉજ્જવલ અને ઝળહળતાં હોય. તે કુટો નિયમરૂપ શિલાતલ પર ગોઠવાયેલાં હોય. જેનાથી ઇંદ્રિયો અને મનનું દમન થાય તેવા નિયમોથી ચિત્ત ઊંચા પ્રકારનાં બને છે. અશુભ અધ્યવસાય જવાથી અને શુભ અધ્યવસાયના આગમનથી કર્મમલનો નાશ થવાના કારણે ઊંચાં બનેલાં ચિત્તો ઉજ્વલ બને છે અને પછી નિરંતર સૂત્રાર્થનું સ્મરણ કરવા વડે એ ઝળહળતાં બને છે.
ચિત્તની ઉત્તમતા વિના સંઘ કદી શોભતો નથી. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેલી દરેક વ્યક્તિનાં ચિત્ત યોગ્ય સ્થાને યોજાય તો જ ઉચ્ચતાને પામે. બંધન વિના કાર્યની સિદ્ધિ નથી. દરેક પ્રવૃત્તિના સંચાલકો પ્રવૃત્તિમાં જોડનાર ઉપર અંકુશ રાખે જ છે અને તો જ તેને સફળતા મળે છે. વિના અંકુશે