________________
158
૨૭૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ આનંદ દરેક લઈ શકતા નથી. મેરૂના નંદનવનનો આનંદ જેમ દેવો તથા વિદ્યાધરો જ લૂંટી શકે છે તેમ સંતોષરૂપી નંદનવનનો આનંદ સાધુઓ જ પામી શકે છે. સંતોષ” શબ્દ તો આખી દુનિયા બોલે છે. પણ સંતોષને જીવનમાં ઉતારવો બહુ કઠિન છે. સૂત્રકાર મહર્ષિ એટલા માટે જ પહેલા ચિત્તરૂપી કૂટોનું વર્ણન કરી ગયા. કોઈ પણ જાતની ક્ષુદ્ર ભાવના વિનાનું ચિત્ત થાય ત્યારે સંતોષ પામવાની યોગ્યતા આવે. શ્રીસંઘના ચિત્ત શુદ્ર એટલે અદ્યમ ન હોય; પણ ઇંદ્રિયો અને મનને દમે તેવા નિયમરૂપી શિલાતલ ઉપર ઊંચી રીતે ગોઠવાયેલાં હોય, ક્ષુદ્ર વિચારોને ત્યાં સ્થાન જ ન હોય.
સંઘ એટલે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા. એ ચારેયના ચિત્તમાં સુદ્ર વિચારો હોય જ નહિ. હા, એ વાત ખરી કે ચિત્તની ઉચ્ચતા (ઉત્તમતા), વિશુદ્ધિ અને દીપ્તિમત્તા સાચવવા જે કરવું પડે એ બધું જ કરે. શ્રીસંઘ ત્યાં જરા પણ મલિનતા આવવા ન દે; પરંતુ શ્રીસંઘના ચિત્તમાં કોઈ પણ શુદ્ર વિચાર ન આવે. શ્રીસંઘનાં ચિત્ત ઊંચા નિયમથી બંધાયેલાં હોય. ઇંદ્રિયો અને મન જેનાથી દમય તે નિયમો કહેવાય. નિયમધારીથી ઇચ્છા મુજબ ન ચલાય. નિયમો ચિત્તને ઊંચી કોટિનાં બનાવે છે. એક પણ અધમ વિચાર ત્યાં આવવો જોઈએ નહિ. અશુભ અધ્યવસાય જવાથી શુભ અધ્યવસાય આવે એટલે કર્મ ખસે જેથી ઉત્તમ ચિત્ત પણ શુદ્ધ બને, ઉજ્વલ બને. વિશુદ્ધ અને ઉજ્વલ બનેલા એ ચિત્તમાં સૂત્રાર્થનું નિરંતર સ્મરણ ચાલુ રહે તો એ ઝળહળતાં બને. આટલું બન્યા પછી સંતોષની વાત થાય. અનર્થોનું મૂળ અર્થ
લાલસા છૂટે નહિ, તૃષ્ણા ઘટે નહિ, દુનિયાના પદાર્થો માટે ગમે તેવી પ્રવૃત્તિ કરતાં આંચકો આવે નહિ, કોઈને સુખી જોવાની ભાવના જાગે નહિ, પોતાના સુખ માટે બીજાનું ગમે તેટલું નુકસાન થાય તેની પરવા હોય નહિ અને આને આવું મળે તો મને કેમ નહિ ?” આ જ ઘટમાળ દિનરાત હૈયામાં ચાલુ હોય તો એ બધાના પરિણામે ચિત્તની અધમતા વધતી જ જાય. કદી કોઈ પુણ્યોદયે મળી ગયેલી સારી ચીજ પણ ચિત્તની અધમતાના યોગે ભયંકર બને છે. જેને જેને પામીને પુણ્યવાન આત્માઓ કલ્યાણ સાધે છે તેને તેને પામીને અધમ આત્માઓ દુર્ગતિ સાધે છે. માટે જ્ઞાનીઓ ફરમાવે છે કે જો તમે મહેનત જ કરવા માંગતા હો, જો ઉદ્યમ કરવા તમે શક્તિમાન હો, તો તે મહેનત મુક્તિ માટેના પ્રયત્નમાં યોજો. મુક્તિ માટેના પ્રયત્નમાં શક્તિની સફળતાનો પૂર્ણ સંભવ છે. મુક્તિ માટે પ્રયત્ન આરંભનાર મુક્તિ ન મળે ત્યાં સુધી સંસારમાં પણ