SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 12 કઈ નથી જાણતો” તો એ ન ચાલે. બાપો કેમ બન્યો ? બાપા કહેવરાવતાં છાતી ઊછળતી હતી તો કલંક પણ આવે જ. બજારમાં નામ ચલાવ્યું તો ખોટ પણ ભરવી જ પડે. વહીવટ ન પાલવે તો નામ ભૂંસવું પડે. પોતાના હાથે જ પોતાનું નામ ભૂંસાય. સમ્યગ્દષ્ટિ તરીકે જાહેર થયા કે અમુક જોખમદારી સ્વીકાર્યા વિના કે અમુક કરણી અમલમાં મૂક્યા વિના ન ચાલે. વગર જોખમદારીએ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ કે સર્વવિરતિ કેમ બનાય ? વ્યવહારમાં પણ અમુક લાયકાતનું પ્રમાણપત્ર મેળવવું પડે ને ? કહે છે કે-“અમે જૈન જાતિમાં જન્મ્યા એ જ પ્રમાણપત્ર !” પણ એ ચાલે ? જૈનત્વ વગર માત્ર જૈનકુળમાં જન્મ્યાથી સંઘ તરીકેનો ઇલકાબ લઈને ફરે તે ચાલે ? જૈન, શાસનપ્રેમી, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ, એ બધા આ શાસનના ઇલકાબો છે. જે જે ઇલકાબો લો તેની તેની જોખમદારી અંગીકાર કરવી જ પડશે. પોલા ઇલકાબ ન નભે. જે ઇલકાબ ધરાવો તેને છાજતા નિયમો હોવા ઘટે. દરેકને શક્તિ મુજબ નિયમો હોવા જ જોઈએ: સર્વવિરતિ જેમ નિયમબદ્ધ હોય તેમ દેશવિરતિ અને સમ્યગ્દષ્ટિ પણ નિયમબદ્ધ હોય, તેમ જ નિરંતર વ્યાખ્યાનમાં આવનારો પણ નિયમબદ્ધ હોય જ. નાના પણ નિયમ તો દરેકને હોય જ. પોતાનાથી બનતા નિયમો પણ ન હોય તે કેમ ચાલે ? અહીં વ્યાખ્યાનમાં આવનારને તિથિનો ખ્યાલ ન હોય ? પર્વતિથિએ મોંમાં પાન ચાવતો હોય તો અંપકીર્તિ ન થાય ? બીજા કહે કે “આ ભાઈ રોજ ઉપાશ્રયમાં જાય છે. વ્યાખ્યાન સાંભળે છે, પણ કાંઈ ઠેકાણું છે ?” આ કલંક કોને લાગે ? પોતાનાથી કદાચ કોઈ ચીજ વિના ન ચાલતું હોય, મજબૂરી હોય, તો ઘરના ખૂણે બેસીને કરે પણ આચારની અશુદ્ધિ બહાર દેખાય તેવા અમર્યાદિત ન બનાય. પોતાને યોગ્ય નિયમો દરેકને હોય. પોતાના પ્રમાણમાં દાન, શીલ, તપ અને ભાવની આરાધના દરેકને હોય જ. લાખનું દાન ભલે ન દેવાય, પણ પ્રતિદિન પોતાનાથી બની શકે તેટલું તો દેવાય ને ? એ દાન એવું કે જે શુભ ખાતે કાર્યો પછી એનો બીજો ઉપયોગ ન થાય. આગળ એવા શ્રાવકો હતા જે પોતાની આવક થાય તેમાંથી અમુક હિસ્સો ધર્મ ખાતે કાઢીને અલગ મૂકી દે. એના પરથી પોતાનો હક્ક ઉઠાવી લે. સમ્યગ્દષ્ટિ કોને હોય? સમ્યગ્દષ્ટિ એટલે એ ઘરનો નહિ, પેઢીનો નહિ, માનો નહિ, બાપનો
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy