________________
'
૩૫
123
- ૩: એવાઓથી સાવધાન રહેજો!- 83 નહિ, કુટુંબ પરિવારનો નહિ, પૈસાટકા કે બંગલા બગીચાનો નહિ, અસલમાં કોઈનો જ નહિ, માત્ર શ્રી જિનેશ્વરદેવનો, એટલે એમની આજ્ઞાનો. એ ઘરમાં રહ્યા છતાં કામ અહીંનું એટલે ધર્મનું જ કરે. અહીં આવીને પણ ઘણાં ઘરનું કામ કરે છે એને કેવા માનવા ? હવે અહીં નિયમની વાત આવે છે. ઘણા કહે છે કે “મહારાજ મોઢે જ બોલે છે, પુસ્તક નથી વાંચતા.” તો હવે આ પુસ્તક વાંચી રહ્યો છું. એમાં આ નિયમની વાત આવી. હવે શું કરવાનું ? તમે એમ ન માનતા કે નિયમની વાતો પુસ્તકમાં નથી. દીક્ષાની વાત પણ મારા ઘરની નથી કરતો. બધું પુસ્તકમાં જ છે. તમારી સાંભળવાની શક્તિ ન હતી માટે આજ સુધી આ શબ્દો બોલતો નહોતો. શિક્ષક ગમે તેટલું બોલે પણ વિદ્યાર્થી કાંઈ સમજે જ નહિ તો એણે સાંભળ્યું ન કહેવાય. કાન ભલે ખુલ્લા હોય પણ એમાં શબ્દો અખડાય અને ચાલ્યા જાય તો એને સાંભળ્યું કહેવાય ? ત્યારે સાંભળ્યું કહેવાય કે જે સાંભળેલું બહાર સમજાય અને સમજાય એટલે રોમરાજી વિકસ્વર થાય. આ સ્થિતિ જેનામાં આવે એટલે આપોઆપ વર્તનમાં ફેરફાર થઈ જાય. પહેલાં સામાને પૂરો હાથ ઊંચો કરી સલામ ભરતો તે હવે સામાની સલામ પણ સહેજ હાથ હલાવીને ઝીલે. પહેલાં જેની તેની સાથે ઊભો રહી વાતચીત કરનારો હવે મોટું ભારમાં રાખી ચાલતો દેખાય. જેની તેની સાથે વાત કરવા નવરો ન હોય. લક્ષ્મીનો પ્રભાવ તો રીતભાતમાં પલટો લાવે જ. અસાર અને નાશવંત ચીજનો જો આમ નશો ચઢે છે તો સારી ચીજના યોગે આત્માના પરિણામમાં પલટો કેમ ન આવે ? લક્ષાઘિપતિ થયો એટલે પહેલાં જે પત્નીના તાબે રહેતો હતો તે હવે પત્ની પર હુકમ ચલાવતો થઈ જાય અને પત્ની પણ અવસર ઓળખી એને તાબે થઈ જાય, કારણ કે એને મનગમતી વસ્તુઓ તો જ મળે, લક્ષ્મી જેવી ચીજનો જો આટલો પ્રભાવ છે તો સમ્યગ્દર્શનાદિ વસ્તુની છાયા કેમ ન પડે ? સમ્યકત્વ આવ્યા પછી આત્મા પ્રભુનો બને. આજ સુધી દુનિયાને સારી માનનારો હવે એને સારી ન માને, એટલો જીવનપલટો થાય. પછી દુનિયામાં રાચીમાચીને ન રહેવાનું એને સમજાવવું ન પડે. સમજાવવું પડે તો એ સમ્યગ્દર્શનમાં ખામી છે. નિયમ વિના સંઘ ન શોભે
સર્વવિરતિના નિયમો પાંચ મહાવ્રત છે. મુનિ હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચેનો મન વચન કાયાથી તેમજ કરવા-કરાવવાઅનુમોદવાથી માવજીવ ત્યાગ કરે. દેશવિરતિ અમુક નિયમો લે, અમુક વ્રતો લે. સમ્યગ્દષ્ટિ કુદેવ કુગુરુ કુધર્મને ન માનવાના અને જિનપૂજનાદિના નિયમો