________________
1379 – ૧૩: ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો - 93 – ૧૯૧ ચોર માટે ચોકીદાર, ઇન્દ્રિય-મન માટે નિયમ:
જે નિયમ કરો તે એવા જોઈએ કે જે ઇંદ્રિયો તથા મન પર કાબૂ મૂકે. ઇંદ્રિયો તથા મનને થવું જોઈએ કે અમારી આજુબાજુ નિયમરૂપી ચોકીદારો જીવતા છે. ચોર ચોરી કરવા નીકળે ત્યારથી જ જાણે છે કે ગેટે ગેટે અને ચકલે ચકલે ચોકીદારો બેઠા છે; માર્ગમાં રોણિયા પણ ફરે છે તેથી ખૂબ સાવધગીરી રાખીને નીકળે. એ જ રીતે પાંચ ઇંદ્રિયો અને મન જરા ઊંચાનીચાં થાય કે નિયમોરૂપી ચોકીદારો એને દેખાવા જ જોઈએ. ચોકીદાર તરત પડકાર કરે, ઊભા રાખે, પૂછે કે “ક્યાં જાય છે ? શું કરે છે ?” તમારી પાંચે ઇંદ્રિય અને મનને આ રીતે રોકનાર કોઈ છે ? તમને સર્વથા નિયમ નથી માટે તમારે બધું મોકળું છે એવું ન માનતા. સાધુઓને જે બધાનો પ્રતિબંધ છે તે બધું તમને કરવાની છૂટ છે એવું ન માનતા. તમારે પણ એ નથી જ કરવાનું. સાધુએ વર્જેલાં પાપ તમારે સેવવાનાં છે ? નહિ જ. એ નથી સેવવાનાં. માનો તો તો હૃદયમાં કાંઈક મૂંઝવણ થાય; પણ એ કરવામાં વાંધો નહિ એમ માન્યું તેમાંથી આ બધી પંચાત ઊભી થઈ છે. આ બધાનું કારણ એક જ છે કે સંતોષનો અભાવ છે !
તેવા નિયમો થાય તો અશુભ અધ્યવસાય જાય, શુભ અધ્યવસાય આવે, એથી કર્મક્ષય થાય એટલે ચિત્ત ઊંચાં (ઉત્તમ) અને ઉજ્વલ (શુદ્ધ) બને અને નિરંતર સૂત્રાર્થના સ્મરણથી ઝળહળતાં બને. એવા ચિત્રકૂટ વિના સંઘમેરૂ ન શોભે. એ બાંડી લાગે. નિયમોરૂપી શિલાતલ પર એ કુટો ગોઠવાયેલાં છે. આ કૂટો વગર પહાડ પરનું નંદનવન શોભે નહિ. અહીં સંતોષ એ નંદનવન કહ્યું. માટે ફરી પાછી નિયમની વિચારણા આવી. વનની ચોમેર સુંદરતા પથરાયેલી જોઈએ તો જ એ વન શોભે. સંઘમાં કોણ રહી શકે?
અશુભ અધ્યવસાય સામે મજબૂત દીવાલ ઊભી કરો અને ચિત્તને એવું સુંદર બનાવો કે સારીયે દુનિયાથી સંઘ નોખો પડે. શ્રી સંઘનાં ચિત્તો લોકહેરીમાં પડનાર ન હોય. અમલની વાત તો દૂર છે અહીં તો હજી અધ્યવસાયની વાત ચાલે છે ! અશુભ અધ્યવસાય ન હોય તો એના યોગે નિયમશીલા પર ગોઠવાયેલાં ચિત્તો એવા સુંદર બને કે એને દુશ્મનના પણ ભૂંડાની ભાવના ન આવે. આ તો અશુભ અધ્યવસાય રોકવા નથી, પાંચ ઇંદ્રિયોના વિષયોની લાલસામાં જરા પણ વાંધો ન આવે એવી તો કાળજી રાખવી છે, વિષયકષાયને