________________
૧૯૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
તકલીફ ન પડે એની સંભાળ લેવી છે અને પોતાને પ્રભુના સંઘમાં મનાવરાવવું છે, એ ચાલે ? ન જ ચાલે.
વિરાગ અને વિષય બેયને સારા કહેવાય ?
શ્રી સંઘમાં ૨હેના૨નું ચિત્ત તો દુનિયાથી નોખું પડે. તે ક્યારે બને ? વિષય કષાયથી બહુ દોસ્તી ન રાખે તો. એ દોસ્તી છોડવી તમને પાલવે તેમ છે ? વિષય કષાયનેય રાજી રાખવા અને ભગવાનનેય રાજી રાખવા એ બેય વાત સાથે બને ? વિરાગ અને વિષય બેયને સારા કહેવાય ? જો વિષય સારા નથી તો તેને મૂકીને ચાલી આવવામાં હાનિ છે ? અને એ છોડવાની ઇચ્છા પણ ન હોય ત્યાં સમ્યક્ત્વ હોય ? આ ચાવી ઘણી સુંદર છે. જૈનશાસનના વાડામાં ભટકતાંઓથી પેસી શકાય તેમ નથી. કદી કોઈ પેસી ગયો તો વધારે વખત રહી શકે તેમ નથી. એને બહાર નીકળવું જ પડે. નીચે જવાના સ્વભાવવાળું પાણી પહાડને ભેદીને પણ નીચે જ જાય. એ જ રીતે નીચો (નીચી ગતિએ) જવાના સ્વભાવવાળા આત્માઓ કદી શાસનના કિલ્લામાં ઘૂસી ગયા તો પણ તેઓ એ કિલ્લામાં બાકોરાં પાડ્યા વિના રહે જ નહિ. સંઘને યોગ્ય ચિત્ત થાય તો નંદનવનનો આનંદ અનુભવાય પણ એ યોગ્યતા વન સંતોષી બને તો આવે ને ? સંતોષ વિના તો શ્રાવકપણું પણ નથી અને સમ્યક્ત્વનો ટકાવ પણ નથી. એક સંતોષ આવી જાય પછી તો તપ, જપ, દાન, દયા વગેરેની જરૂર પણ શી છે ? અર્થાત્ એ બધાં આવી ગયાં જ સમજવાં. સંતોષ વિનાનાં એ બધાં નકામાં છે. મહત્ત્વ સંતોષનું છે.
1380
અધર્મ કરવા પણ ધર્મનું જ ઓઠું લેવાય છે ઃ
સભા નીતિકારે પણ સંતોષને જ મહત્ત્વ આપ્યું છે અને આગળ કર્યો છે.’
નીતિકારે પરિમિત સંતોષ કહ્યો જ્યારે આ શાસ્ત્ર પૂર્ણ સંતોષની વાત કરે છે. પરિમિત સંતોષને પણ ન માને અને ન કહે તો જાય ક્યાં ? ધર્મના સિદ્ધાંતો મને કે તમને દરેકને સ્વીકારવા પડે છે અને આગળ કરવા પડે છે; એટલે નીતિકારનો પણ છૂટકો નથી. જુઠ્ઠો વેપા૨ી પણ ‘તાજો માલ’ અને ‘એક જ ભાવ'નાં બોર્ડ મારે છે. જુઠ્ઠો સાક્ષી પણ ‘ઈશ્વરને માથે રાખીને બોલું છું’ એમ જ કહે છે. કેવળ જુઠ્ઠા અને બનાવટીને પણ સાચાના આલંબન વિના છૂટકો થતો નથી. પાપી પણ પોતાના સ્વાર્થની સાધના માટે ધર્મની આડ.રાખે છે. એ ધર્મની આડ વિના એને પણ ટેકો મળતો નથી. દુનિયાના ઠગોએ, ધૂર્તોએ જો દુનિયાને ઠગી હોય તો તે ધર્મના બહાને જ. ધર્મના નામ વિના છેતરાય કોણ ? પુણ્યના નામ વિના કોઈ માણસ રાતી પાઈ પણ નહિ કાઢે. પૈસા કઢાવવા માટે