________________
11
– ૧૩: ધર્મયુદ્ધ અને તેના નીતિનિયમો - 93 – – ૧૯૩ પાપને પણ પુણ્ય તરીકે ઓળખાવવું પડે. અનાડી, જુઠ્ઠા અને બદમાશ લોકો સત્યના નામે જ દુનિયાને લૂંટે છે. “એક જ ભાવના પાટિયાં તેઓ જ રાખે છે. ગુણ અને ગુણાભાસને ઓળખો :
ભયંકર હિંસકોએ પણ “મા હિસ્યાત્ સર્વાણિ ભૂતાનિ' એમ જ લખ્યું. કોઈ પણ જીવને મારવો નહિ એમ જ કહ્યું. “હિંસા પરમો ઘઃ' એમ બોલે બધા, પણ એ પ્રમાણે વર્તવું જોઈએ ને ? ધર્મનો પોકાર તો બધા કરે પણ ત્યાં ધર્મ છે કે નહિ એ સૂક્ષ્મદર્શક યંત્રથી જુઓ. જે વસ્તુ બોલવામાં આવે તે છે કે નહિ એ જોવું તો પડે ને ? ગુણ અને ગુણાભાસ ઓળખાવવા માટેની આ બધી મહેનત છે. આ શાસ્ત્ર ફરમાવે છે કે ગુણની અનુમોદના જરૂર કરો પણ પ્રશંસા કરતાં પહેલાં જરા થોભો. કહેવાય ગુણ, દેખાય ગુણ, સમજાવાય ગુણ અને પરિણામે હોય દોષ, માટે ગુણાનુરાગીએ ગુણાભાસમાં ન ફસાઈ જવાય તેની બરાબર કાળજી રાખવી જોઈએ. પોતાને ગુણાનુરાગીએ કહેવડાવનારે સમ્યક્તનો સ્વીકાર પહેલો જ કરવો પડે. સમ્યક્ત સાચવ્યા વિના ગુણાનુરાગ ટકે નહિ. ગુણ તો બધા જ સારા પણ વ્યક્તિ વિશેષને પામીને એ જ ગુણ ખોટા બને. અમુકમાં જે ગુણ સારા તે જ ગુણ અમુકમાં ખોય. મુનિ ખાય છતાં ઉપવાસી કારણ કે એના આહારનો હેતુ ફરી ગયો. મુનિનો આહાર સંયમપાલન માટે છે. શરીરનો પૂજારી શરીર સારું બનાવવા ભૂખ્યો રહે તો પણ ઉપવાસી નહિ. એને તો શરીર સારું બનાવી વધારે માલપાણી આરોગવાં છે. અગાઉ બ્રાહ્મણો જમણના આગલે દિવસે ભૂખ્યા રહેતા જેથી બીજે દિવસે બરાબર જમી શકાય. ક્યિા એક જ પણ હેતુ ફરી ગયો. સારા ગુણ પણ અયોગ્ય આત્માને પામીને દુર્ગણ થાય છે. ધર્મની આડ વિના અધર્મ જીવતો નથી:
બજારમાં છડેચોક ઉઘાડી અનીતિ કરનારો વેપારી પણ જો એ પ્રમાણે બોર્ડ મારે કે “હું અનીતિ કરું છું માટે ઘરાકોએ એમ સમજીને આવવું' તો એ વેપારી ભૂખે ન મરે. અનેક ભાવ કરનારા પણ પાટિયાં તો “એક ભાવ'નાં જ રાખે છે. કેટલાક વેપારી તો એમ પણ કહે છે કે અમને નફાની પરવા નથી, અમે તો ફક્ત ગ્રાહકોની સેવા કરવા જ ધંધો કરીએ છીએ. કોઈ વેપારી તો વળી ગ્રાહકને એમ પણ કહે છે કે-“અરે ભાઈ! તું તો મારો ખાસ જૂનો સંબંધી. તારો ભાવ તો પડતરથી પણ ઓછો લઉં છું. બીજામાં કમાઈ લઈશ. તારામાં કમાવાનું ન હોય.” આમ ધર્મની આડ વિના અધર્મ પણ જીવતો નથી. ધર્મના