________________
૫૭૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
અનાર્યમાં અનાર્ય ગણાતી સ૨કારે પણ કાયદા કર્યા તે અનીતિ, અધર્મ અને અનાચારને રોકવા માટે કર્યા ત્યારે આજના કમનસીબો, નીતિ, ધર્મ તથા સદાચારને રોકવાના કાયદાઓ ઘડે છે. તો હવે અનાર્ય પેલાઓને માનવા કે આવા કાયદા ઘડનારાઓને માનવા ?
1748
દીક્ષા એ કાંઈ ચોરી છે ?
સંઘ અને કોન્ફરન્સનો અભિપ્રાય લેવાની વાત આગળ કરવામાં આવે છે, પણ તે કઈ બાબતમાં ? કોઈ ચોરી કરે, એક પર બીજી સ્ત્રી લાવે, અનાચારના માર્ગે જાય, વેશ્યાવાડે ભટકે, દારૂના પીઠામાં પહોંચે, જુગાર ખેલે, માંસાહાર કરે, ઈંડાં ખાય, વ્યસનો સેવે ત્યાં ક્યાંય કોઈનો અભિપ્રાય લેવાની કે કોઈને પૂછવાની જરૂર નહિ. પરંતુ દીક્ષા લેવા જાય ત્યાં પૂછવાનું, એનું કાંઈ કારણ ? એક નાના બાળકને દીક્ષા આપી ત્યારે પેલાઓના પ્રયત્નથી અમદાવાદના કલેક્ટરે તપાસ કરી હતી. એણે પોતાની તપાસમાં જોયું કે મા-બાપ રાજીખુશીથી પોતાના બાળકને દીક્ષા અપાવે છે અને બાળક પણ રાજીખુશીથી દીક્ષા લે છે એટલે કહી દીધું કે, ‘સ૨કા૨ આમાં વચ્ચે આવી શકે નહિ .’ ઉ૫૨થી કલેક્ટરે તેમને કહ્યું કે, ‘તમે શા માટે આવી બાબતમાં અમને વચ્ચે લાવો છો ?’ દીક્ષા એ કાંઈ ચોરી છે ? જો એમને ખબર પડે કે બાળક રાજીખુશીથી ચોરી કરવા જાય છે અને મા-બાપ રાજીખુશીથી એને ચોરી કરવા મોકલે છે તો તરત સ૨કા૨ પકડે અને હાથકડી પહેરાવે, પણ પછી દીક્ષા લેવા જાય ત્યાં શું કરે ? ત્યાં કોઈ સત્તા આડે આવી શકે નહિ. હિંસા, જૂઠ,’ચોરી, મૈથુન અને પરિગ્રહનો જે આત્મા જીવનભરને માટે ત્યાગ કરે એવા વિશ્વોપકારી આત્માને તો સત્તા પણ હાથ જોડે, તો આડે આવવાની વાત જ શી ?
કાયદા કેવા કરાય ?
અનાર્ય તો એ સ૨કા૨ કે ધર્મને રોકવાના કાયદા કરનારા અનાર્ય ? ગમે તેમ પૈસા ઉડાડે, ગમે તે ખાય પીવે, નવીને ૫૨ણે ને,જૂનીને ઘર બહાર કાઢે અને નવીને ઘ૨માં લાવી જૂનીને મારપીટ કરી કનડે, આ બધામાં કશી ફરિયાદ કેમ નહિ ? ત્યાં સંઘનો પ્રતિબંધ કેમ નહિ ? અનાચાર ખેલે, બહાર રખડે ત્યાં આંખ-પેટ બધું બગાડે, ભટકી ભટકીને રાત્રે બે વાગે ઘરે આવે, એને કોઈ પૂછનાર નહિ. ત્યાં આ બધા સુધારાવાદીઓનો કોઈ પ્રતિબંધ નહિ અને દીક્ષા લે કે સુંદર વ્રતો સ્વીકારે તેમાં એમનો પ્રતિબંધ ! આ શું સૂચવે છે ? કહેવું પડશે કે એ બધા અનીતિ, અધર્મ અને અનાચારના રંગી તથા સંગી છે. એ દયાળુઓ વિધવાઓ બગડ્યાની વાતો કરે છે. પણ એ ભલી ભોળી બાઈઓને બગાડી