________________
૩૬ : આશાપ્રેમ અને શાસનની વફાદારી – 116
૫૫૯
કહેનારને કહેવું કે, ‘ઓ બુદ્ધિમાન ! તારા ઘરે ચોર આવે ત્યારે એ પ્રમાણે બોલજે. એ વખતે બૂમાબૂમ કરી પોલીસને બોલાવતો નહિ.' વર્તમાનના જૂના શ્રાવકોનો મોટો ભાગ ‘આપણે શું ?' એમ કહીને આઘો રહેવાવાળો છે. વસ્તુતત્ત્વ ન પામ્યાનું એ સૂચન છે. શાસન પામેલો એવા પ્રસંગે ઊંચોનીચો થયા વિના રહે નહિ. એનાથી શાંત બેસી શકાતું જ નથી.
અનાર્ય કોને માનવા ?
શ્રી નંદીસૂત્રનું મંગલાચરણ આપણે જોઈ ગયા. તેમાં બતાવેલા સંઘસ્વરૂપની વિશેષ સ્પષ્ટતા માટે શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનું સંબોધ-પ્રકરણ લીધેલ છે અને અધ્યાત્મકલ્પદ્રુમમાંથી પણ થોડું લીધેલ છે. એનું તો ભાષાંતર થયેલું છે ને ? શ્રીસંઘના સ્વરૂપને સ્પષ્ટ કરવા આપણે આ બધું જોઈ રહ્યા છીએ, પણ શાસ્ત્રની આ વાતો બધાને ન રૂચે. પાપોદય આવે ત્યારે મીઠું પણ કડવું લાગે. ધાતુ વિપર્યેયનો રોગ થાય ત્યારે કડવો લીમડો મીઠો લાગે અને મીઠી સાકર કડવી લાગે. ચંદનના લેપ એને બાળે અને વિષ્ટાના લેપ ઠારે. વિપર્યય થાય એટલે બધું ઊંધું ભાસે. એથી ડાહ્યા પણ ગાંડા થાય. શ્રીસંઘ કેવો હોય ? એની પ્રવૃત્તિ શી હોય ? અનીતિ, અધર્મ તથા અનાચારને રોકવામાં સંઘના કાયદા હોય. પણ ધર્મનીતિને પ્રતિકૂલ એવા સંઘના કાયદા ન હોય. આજે તો અનીતિ, અધર્મ તથા અનાચારમાં બધી છૂટ છે. સ૨કા૨માં પણ ડહાપણ છે. એણે પણ કાયદા અનીતિ, અધર્મ તથા અનાચારને રોકવાના કર્યા પણ નીતિ તથા ધર્મને રોકવાનો એક પણ કાયદો ન કર્યો. સાચું બોલવાના નિયમ માટે સરકારનાં કાયદાશાસ્ત્ર જોવાં ન પડે, લાખોનું દાન દેવા માટે સરકારને પૂછવાની જરૂર નહિ. ત્યાં કાયદો જોવો ન પડે. પણ કોઈના ઘ૨માં ખાતર પાડવું હોય તો ત્યાં તરત કાયદો જોવો પડે. છ મહિનાની જેલ ચોરી કરનાર માટે ઠરાવી. પણ દાન કરનાર માટે ઠરાવી ? જે સરકારને અનાર્ય કહેવામાં આવે છે તેણે પણ કોઈ સારી ક્રિયા રોકવાના કાયદા નથી કર્યા. કોઈના ઘ૨માં વિના અધિકારે પેસવું નહિ અને કોઈની સ્ત્રી પર નજર કરવી નહિ એ નિયંમ માટે કોઈ કાયદાપોથી જોવાની જરૂ૨ ન પડે. પણ કોઈના ઘરમાં પેસવું હોય તો કાયદો નડે. સારી ચીજ ન ખાવા માટે કાયદો ન નડે. ઉપવાસાદિ તપ કરવા માટે કાયદો જોવાની જરૂ૨ નહિ. પણ ન ખાવા લાયક ચીજ ખાવામાં કાયદો નડે. ઝેર ખાય તે ગુન્હો ગણાય અને એને પોલીસ પકડી જાય. કોઈનું ભલું થાય તેવું લખવા કે બોલવાથી સ૨કા૨ પકડી ન જાય, પણ કોઈનો નાશ થાય તેવું બોલવા કે લખવા જાય તો સ૨કા૨ જરૂ૨ પકડે.
1747