________________
પપ૯ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
174 શરીરમાં એક ફોલ્લી થાય તો હાયવોય થઈ જાય છે, જરા બીમારી આવે ત્યાં ભાગાભાગ કરાય છે, રાત્રે જરા કાંઈ કરડે અને સાપનો વહેમ પડે તો ધમાધમ થઈ પડે છે; તો આ બધી સ્થિતિમાં મૌન કેમ નથી રખાતું ? કારણ કે શરીરને પોતાનું માન્યું છે. શરીર નવું બને, શાસ્ત્ર નવું ક્યાંથી બને?
પૂર્વના મહાત્માઓ પાંચ ડિગ્રી તાવમાં પણ ધ્યાન કરતા હતા. પણ એ જ મહાત્માઓ શાસન પરની આપત્તિ વખતે ધ્યાનને બાજુ પર મૂકી શાસનની રક્ષામાં સક્રિય બનતા. પોતાની હયાતીમાં તીર્થનો નાશ વાલીમુનિ ન જોઈ શક્યા. તરત ધ્યાન મૂકી દીધું અને રાવણને શિક્ષા કરી. જેના યોગે શાસનની પ્રાપ્તિ થઈ તેનો નાશ થવા દે ? એવું તો નઠોર હોય તે કરે. કર્માધીન, રાગદ્વેષથી રિબાતો છતાં શાસન પરની આપત્તિ વખતે ધ્યાનનો ઢોંગ કરે ત્યારે એનો એક જ અર્થ થાય કે એ બચાવની બારી શોધે છે. કપડું સળગે ત્યારે આબરૂનો વિચાર ભાગી જાય છે, ઝટ કપડું કાઢી ભાગવા માંડે છે, બેબાકળો બની ન કાઢી શકે એ વાત જુદી. શાસનને પોતાનું માનનારથી એના નાશ વખતે મૌન રહી શકાય નહિ. શરીર માટે તો નહિ કરવાની ક્રિયા પણ થાય છે. કેમ કે, ત્યાં મારાપણું ઠાંસી ઠાંસીને ભર્યું છે. આ માત્ર શ્રાવકની વાત નથી કરતો પરંતુ સાધુની પણ એ જ હાલત છે. જરા આંગળી પાકે તો દોડાદોડ કરી મૂકે, પોતે તો સૂવે નહિ. પણ બીજાનેય ન સૂવા દે, ધમાધમ કરે, ડૉક્ટર પાસે કેટલી દીનતા કરે, કેમ કે શરીરને પોતાનું માન્યું છે. શાસન પરના હલ્લા વખતે નિરાંતે ઊંઘ આવે એ શું? પોતાના ખૂનની પેરવી થઈ છે એવી ખબર પડે તો બધા ચાંપતા ઇલાજ લે. શરીરના પૂજારી શરીરની રક્ષાના પ્રસંગે સ્યાદ્વાદ ન રાખે, તો શાસનના પૂજારી શાસનરક્ષાના સમયે સ્યાદ્વાદ ક્યાંથી લાવે ? શાસ્ત્રને બાળી મૂકવાની કે આઘા મૂકવાની વાત થાય ત્યાં સુધી પણ મૌન ? શરીર નવું બને, શાસ્ત્ર નવાં ક્યાંથી બને ? શાસનમાં પોતાપણું આવે તો ઇરાદાપૂર્વક મૌન ન રહી શકાય. જેના હૈયામાં તેલ રેડાયું તે અવાજ કરી શકે તો ઊં...ઊં... તો થાય જ, સાવ મૌન તો તેનાથી રહેવાય જ નહિ. શરીરના દષ્ટાંત સાથે શાસનને સરખાવોઃ
ભગવાન શ્રી મહાવીરદેવ જેવાથી પણ ખીલા કાઢ્યા ત્યારે ચીસ પડી ગઈ. અપ્રમત્તાવસ્થા હતી, ધ્યાનમાં મગ્ન હતા. છતાં અનાદિના શરીરના સહવાસ અને અભ્યાસના કારણે ત્યાં બૂમ પડી જ ગઈ. જ્યારે ગોશાળાએ તેજોલેશ્યા મૂકી ત્યારે ભગવાનને લોહીના ઝાડાનો વ્યાધિ થયો. સિંહ નામના