SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ : આશાપ્રેમ અને શાસનની વફાદારી – 116 મુનિ ભગવાનને ઔષધ લેવા માટે રોજ વિનંતી કરતા હતા. પણ ભગવાન ઔષધ લેતા ન હતા અને જરૂ૨ નથી એમ કહી દેતા હતા. ભગવાન તો વીતરાગ હતા, સર્વજ્ઞ હતા, તેમજ સિંહમુનિ એ જાણતા પણ હતા. એ મુનિને કાંઈ ભગવાનની સર્વજ્ઞતામાં શંકા ન હતી. છતાં રોજ ઔષધની વિનંતી કરે છે અને ભગવાન ન માનવાથી જંગલમાં જઈએ રૂએ છે. અન્યથા એ જ મુનિની વિનંતીથી ભગવાન ઔષધ વાપરે છે ત્યારે મુનિને આનંદ થાય છે. મુનિએ ભગવાનને એવા પોતાના માન્યા કે જંગલમાં જઈને રુદન કર્યું. ભગવાન પ્રત્યેની ભક્તિનો એ પ્રભાવ હતો. આજના તો કહે છે કે, ‘ભગવાન તો વીતરાગ છે. એમને વળી કેસર-ચંદનની પૂજા શા માટે ?’ પણે સાક્ષાત્ વીતરાગ હતા, શરીર નાશવંત હતું, છતાં મુનિ આટલે સુધી કરે છે ત્યારે આમને ભગવાનની વીતરાગતાના રક્ષણ માટે કેસ૨-ચંદન વગેરે બાધક લાગે છે, એનું કારણ ? ત્યાં મારાપણાનો ભાવ ન હોવાથી ભક્તિ ઊડી ગઈ. શરીરના દૃષ્ટાંત સાથે શાસનને સરખાવો. મુક્તિ શરીરની સેવાથી કે શાસનની સેવાથી ? 1745 ૫૫૭ શાસન સીદાય અને શાસનનો પૂજારી જોયા કરે ? કેવળજ્ઞાનીની ક્રિયા માટે પ્રશ્ન ન હોય. એ તો જેવું પોતાના જ્ઞાનમાં દેખે તેવું વર્તે. પોતાને લેવાના હોય તેટલા પુદ્ગલ લે. ભગવાને છદ્મસ્થાવસ્થાનાં સાડા બાર વર્ષમાં એટલો તપ કર્યો કે તેમાં માત્ર ત્રણસો ઓગણપચાસ જ પારણાં અને કેવળજ્ઞાન થયા. પછી રોજ ભોજન કરતા હતા, આનું કારણ ? કારણ કે, એટલા પુદ્ગલ લેવાનું એ જ્ઞાનમાં જોતા હતા. કેવળજ્ઞાન થયા પછી માત્ર શાતા વેદનીય હોય, અશાતા વેદનીય ઉદયમાં આવે તો એ આશ્ચર્ય. અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી કાળ ગયા પછી એવાં આશ્ચર્યો થાય. સભા : 'શાસનનો નાશ નથી થતો પણ સીદાય છે એ વાત સાચી !' નાશ કરનાર તો કોઈ પાક્યો જ નથી, પરંતુ શાસન સીદાય છે અને શાસનનો પૂજારી જોયા કરે એમ ? પોતાના પિતા સો વર્ષ જીવવાના છે એમ જ્યોતિષી જણાવે. પછી એ પિતાને પથારીમાં રિબાવા દે એ પુત્ર સુપુત્ર કહેવાય ? કોઈ ચપ્પુ લઈને પેટ પર ચેકો મૂકવા આવે તો સો વર્ષ જીવવાના જ છે એમ માની ચેકો મૂકવા દે ? ત્યાં પેલાના હાથ પકડી ૨વાના કરવો પડે. ઉકળાટ આવ્યા વિના રહે જ નહિ. માટે આવી ગાંડી દલીલો તો અશ્રદ્ધાળુઓ અને અજ્ઞાનીઓ કરે, જૈનશાસનને એ દલીલો માન્ય નથી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy