________________
178
૩૬ઃ આજ્ઞાપ્રેમ અને શાસનની વફાદારી - 116
૫૫૫
ધરી દેવાની ભયંકર વિશ્વાસઘાતક નીતિ દેખાય છે. સમ્યગુદૃષ્ટિ આત્મા ગર્ભમાં કે નરકમાં દુ:ખન માને. કેમ કે જો પોતે શુદ્ધ હોય તો ત્યાં એ આત્માની શુદ્ધિ વધે છે, મલિનતા દૂર થાય છે, અશુદ્ધિ વળગતી નથી, જ્યારે આજ્ઞાભંજક ટોળાના સહવાસે તો આત્મા મલિન બને છે. આ વાત ત્યારે જચે કે જ્યારે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા કલ્યાણકર છે એમ હૃદયમાં સ્થિર થાય.
એ શાંતિ તો ચૈતન્યહીન છે? • શાસ્ત્ર કહે છે કે હિતકર વસ્તુના નાશ વખતે છદ્મસ્થને શાંતિ ન રહે. જો ત્યાં શાંતિ રહે તો માનવું કે એને એ વસ્તુ પર પ્રેમ નથી. જે વસ્તુને પોતાની માની એના નાશ વખતે કદી શાંતિ રહેતી નથી. શરીરને પોતાનું માન્યું છે તો પથ્થરનો અવાજ બહાર થાય ને છાતી અહીં ધડકે છે. સાડાત્રણ હાથની કાયામાં એક કીડી પણ જો ચટકો મારે તો તરત જણાઈ આવે છે. ઊંઘમાં એકાદ માંકડ કરડે તો તરત ત્યાં ઊંઘમાં પણ હાથ ફરે છે. કેમ કે, શરીરને બરાબર પોતાનું માન્યું છે. જરા સાપ જુએ કે “માર્યા'ની બૂમ મારે એ શરીર પરના તીવ્ર પ્રેમનું સૂચન છે. એ જ રીતે આ મહર્ષિ ફરમાવે છે કે શાસનને જે પોતાનું માને એનાથી શાસન પરના પ્રહાર, એના પરના આક્રમણ વખતે મૂંગા રહેવાય જ નહિ. એવે વખતે મૌન રહે તો સમજવું કે શાસન હજી પોતાનું મનાયું નથી. એ પ્રસંગે શાંતિ રહે તો એ ચૈતન્યહીનતા સમજવી: શાસન પોતાનું કહે અને મૌન રાખે તો એ દંભ છે. એણે કદી રોજ પૂજા કરી હોય કે બીજાં મોટાં કામો કર્યા હોય તો પણ તે માનપાન કે વાહવાહ માટે સમજવાં, પણ શાસન માટે નહિ. સંઘ તથા વરઘોડાઓ પણ વાહવાહ માટે નીકળે, દેશનાઓ પણ વાહવાહ માટે દેવાય; એ શાસન માટે ત્યારે સમજાય કે જ્યારે શાસન પરના આક્રમણ વખતે મૌન ન પકડે. “જય' બોલાય ત્યારે સૌ પાટે બેસે પણ “ક્ષય' બોલાય ત્યારે પાટે બેસીને બોલે એ વીર. ફૂલના હાર પહેરવા સૌ જાય; મહોત્સવ મંડાય ત્યારે બધા આંટા મારે; રોજ મિષ્ટાન્ન જમાડો તો હજારો ભેગા થાય. પણ ઘરે તાળાં, દેવાની તૈયારી વખતે જે આવે તે સાચો સ્નેહી. શાસન પ્રત્યે લાગણી હોવાની વાત કરે અને આવે સમયે મૌન ધારણ કરે એ અશક્ય છે. એ વાત યુક્તિગમ્ય નથી, અનુભવગમ્ય નથી કે શાસ્ત્રસિદ્ધાંતને પણ માન્ય નથી. જનરલ કોઈ કદી બોલે એ અલગ વાત છે. પણ ઠેઠ પરમાત્મા સુધી અને પરમાત્માના માર્ગ પર આક્રમણ થાય ત્યાં સુધી મૌન ધરવામાં કઈ મહત્તા છે ? એ મૌનમાં કોઈ પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન માને તો તે યોગ્ય નથી. પોતાની જાત ઉપર આપત્તિ આવે ત્યાં સમતા હોવી જોઈએ, પરંતુ તે નથી રહેતી ને દોડાદોડ થાય છે.