SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ 1359 ૧૧ : પરમાત્માની ભાવદયાનો ધોધ - 91 - કહીશ. “મહારાજ તો પાપ ખુલ્લાં કરે જ અને તે આપણા હિતને માટે,” એવું માનીને માત્ર આવનારા તમને હું માનું છું. આ તો શ્રી જિનેશ્વરદેવની વાણી છે. જે વાણી ચક્વર્તીના મુગુટ ઉતરાવે તે તમારા પાઘડી દુપટ્ટા ન ઉતરાવે ? જો એમ ન થાય તો કમનશીબી સમજવી. પછી તો ગંગામાં નાહ્યા તોયે એવા ને એવા મેલા રહ્યા જેવું થયું. શ્રી જિનેશ્વરદેવની વાણીના ધોધ છૂટે ત્યાં વૈરાગ્ય ન થાય ? શ્રી સંઘમેરૂના ચિત્તકૂટોનું વર્ણન ચાલે છે. નિયમરૂપી, સુવર્ણશિલાતલ પર એ ગોઠવાયેલા છે. ખાવું, પીવું હરવું, ફરવું બધું બંધનમાં આવે એવા નિયમો કરો. ડગલે પગલે યાદ કરવા પડે એવા નિયમો કરો. નિયમો લીધા પછી યાદ જ ન કરવા પડે એ નિયમો નથી. નિયમો છે કે જે ઇંદ્રિયો તથા મનને દમે. ઘોડાના મોઢામાં પણ લગામ ન નાખી હોય તો સવાર ન થવાય. નિયમ એ અંકુશ છે. મન, વચન, કાયાના યોગ પર કાબૂ છે. એ નિયમોરૂપી શિલાતલ ઉપર ગોઠવાયેલ ઊંચાં ઉજ્જવળ અને ઝળહળતાં ચિત્તકૂટોનું આ રીતે વિસ્તૃત વર્ણન કર્યા બાદ શાસ્ત્રકાર ભગવંત આગળ નંદનવન સાથે સરખામણી કઈ રીતે કરે છે તે હવે પછી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy