________________
૮૦
- સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
- 1268 આરાધનાના યોગે ધર્મની ઇચ્છા થવા છતાંય ત્યાંના પ્રતિકૂળ આચારવિચારોની મુશ્કેલી તમને નડત. પરન્તુ આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ અને તેમાંય શ્રાવકકુળમાં જન્મ્યા એટલે ઘરના આચાર-વિચારો પણ સારા, સુંદર અને સાધનાને સાનુકૂળ છે, તે છતાં બેદરકાર રહેવું એ દુ:ખની વાત છે. પૂર્વના રાજામહારાજાઓ ક્ષત્રિય હતા, જાત અલગ હતી એટલે ધર્મ પામ્યા પહેલાંના સંસ્કારને કારણે ધર્મ પામ્યા પછી પણ પ્રસંગે અમુક કરવું પડે ત્યા થઈ જાય તો એનો બચાવ એ કરી શકે, થતાં એમણે પણ એવો બચાવ નહિ કરતાં, આચારો બરાબર પાળ્યા છે. તમારાથી બચાવ ન થઈ શકે. તમારા તો કુળના આચારો જ એવા કે ધર્મને નિયમન જરાય હરકત ન આપે. છતાં બહારનું જોઈ જોઈને, વાંચી વાંચીને, સાંભળી સાંભળીને તમે એવા થઈ ગયા છો કે નિયમ લેતાં ડચકાં ખાઓ છો. તમારામાં યોગ્યતા જરૂર છે. પણ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે તેમ, ભવનો ભય અને મુક્તિ ઉપરનો પ્રેમ જેવો જાળવો જોઈએ તેવો જાગ્યો નથી. જો એ બે જ ન હોય તો પ્રભુનું શાસન પામ્યા તે નહિ પામ્યા જેવું છે એમ કહેવું પડે. શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યાનો ગર્વ લેવો અને એ શાસનની છાયા સરખી પણ જીવનમાં ન હોય તો એ નભે શી રીતે ?
જેને ભવ ન ગમે અને મોક્ષ ગમે તેને ઇંદ્રિયોના ચાળા ગમે જ નહિ. શરીરને ટકાવવા પૂરતાં ખાનપાન તે લે પણ પછી “આ જોઈએ ને તે જોઈએ” એવું એને ન હોય. એ હોય એ જ ભયંકર હાનિકર્તા છે. એ આત્મા તો આખી દુનિયાની સઘળી કાર્યવાહીને અશુભોદય માનીને સેવે. - સમયગુદૃષ્ટિ આત્મા સંસારના રાગમાં રહે તો પણ તે મોહના મહિમાને ચિંતવતા રહે. પોતાને પોતાની જાત મોહના ફંદામાં ફસાયેલી જ લાગે. મોહના ભયંકર સ્વરૂપને એ ભૂલે નહિ. ન ચાલે માટે સંસારમાં રહે. સમ્યગૃષ્ટિ આત્માને પણ મોહનીય ભોગવવું પડે છે એ વાત ખરી પણ એ મોહના સ્વરૂપને ચિંતવે જ; ભૂલી ન જાય. બધી જ ધર્મક્રિયાઓ મોહના વિપાકનો વિચારી એનાથી દૂર રહેવા માટે છે. આત્માનો મુખ્ય દુશ્મન તો મોહ જ છે. અવિરતિ તથા મિથ્યાત્વ આદિ મોહના યોગે જ છે. સંસારનો પિતા મહામોહ છે. “હું અને મારું;” એ બે એમાંથી જ જન્મે છે અને પછી એમાંથી જ અનેક પાપો પેદા તો ત્યાંથી જ થાય છે. બધાનું મૂળ તો મોહનીય કર્મ જ છે. આવું વિચારનારને નિયમ તો પ્રિય જ હોય. ક્યારે નિયમ લેવાય, એ ભાવના હોય. મોહના સ્વરૂપને દર્શાવનાર અને આત્માને ગબડતો બચાવનાર તો નિયમો છે.
સવારે ચા જોઈ એ જ; ટાઇમ થાય કે ખાવાં જોઈએ જ; સમયસર પેઢીએ