________________
1409
--- ૧૪: ક્ષુદ્રતા છો, સંતોષ કેળવો !- 94 – ૨૨૧ મળે, નામના મળે, બધી સામગ્રી મળે તેની રક્ષાની દરકાર ન હોય એ બને ? શાસનમાં-સંઘમાં સાધુને શાસ્ત્ર પ્રધાનપદ આપ્યું અને ગૃહસ્થ, સાધુની આજ્ઞાથી જ ચાલે એવો કાયદો કર્યો તેનું કારણ એ જ છે કે શાસનની રક્ષા થાય. ગમે તેવો તોયે ગૃહસ્થ એ ગૃહસ્થ. એને ઘરબાર યાદ આવ્યા વિના ન રહે. માટે જ શાસ્ત્ર કહ્યું કે સાધુ પણ સાધુ થયા પછી ઘરબારીના સંગી થયા તો સાધુપણામાંથી ગયા.
શ્રી આચારાંગ સૂત્રના પાંચમા લોકસાર અધ્યયનનાં બીજા ઉદ્દેશાની ટીકામાં કહ્યું કે:
सावद्यानुष्ठानप्रवृत्तेषु गृहस्थेषु देहसाधनार्थमनवद्यारम्भ-जीविनः साधवः पकाधारपड्कजवन्निर्लेपा एव भवन्ति ? -
અર્થ :- “સાવદ્ય/પાપયુક્ત અનુષ્ઠાનમાં પ્રવૃત્ત ગૃહસ્થો વિષે અનવદ્ય નિષ્પાપ પ્રવૃત્તિથી જીવતા સાધુઓ દેહ ટકાવવા માટે પંકના આધારે જીવતા પંકજની જેમ નિર્લેપ જ હોય છે.”
જો કે મુનિને ગૃહસ્થની નિશ્રા છે, આહીરાદિની પ્રાપ્તિ ગૃહસ્થથી છે એટલે નિશ્રા રાખે છે પણ તે કમળની જેમ રહે છે. કમળને કાદવ અને પાણી, સાથે સંબંધ હોવા છતાં તે બંનેથી અલગ અને નિર્લેપ રહે છે. જો કાદવ અને પાણીનો સંગ ન મૂકે તો કમળ કરમાઈ જાય અને એમાં ડૂબી જાય તો સડી પણ જાય. એ જ રીતે મુનિ નિશ્રા વિના સંયમપાલન કરી ન શકે પણ તેમાં લેપાય તોયે સંયમ હોરી જાય, કાદવ અને પાણી તો સ્વસ્વરૂપમાં જ રહે છે પણ કમળ જો તેમાં ડૂબે તો સડે અને અતભ્રષ્ટ તતભ્રષ્ટ થાય.
સભાઃ “કાદવ અને પાણી જો કમલને નિશા ન આપે તો ?
તો કમળ એવું ભાગ્યવાન છે કે એ રાજાના મસ્તક ઉપર જઈને બેસે. એને ગભરામણ કશી નથી, જો એ કમળ જેવા હોય તો. સાધુ ગૃહસ્થની નિશ્રા સેવે પણ પરિચય કે પંચાત ન કરે. તો સમજવું કે તે સાધુને સનિપાત થયો છે?
ધર્મ સિવાય મુનિ ગૃહસ્થનો વિશેષ પરિચય ન કરે અને ગૃહસ્થની પંચાતમાં તો મુનિ પડે જ નહિ. મુનિ જો ગૃહસ્થના પરિચયમાં પડ્યા તો ગૃહસ્થો એવા છે કે મુનિને ખિસ્સામાં મૂકી. ગૃહસ્થનાં ખિસ્સાં મોટાં, એના પાઘડી દુપટ્ટા મોટા, એના બંગલા બગીચા મોટા અને એની મોટરગાડીઓ પણ મોટી. એ બધામાં જો સાધુ તણાયા તો પછી માનવું કે ઉપાશ્રયમાં એનું ખોળિયું