SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ છે, બીજાને શું ? દેવાળું ધનવાનને આવે, દરિદ્રીને શું ? કપડાં હોય તેને નિચોવવાં પડે, ન હોય તેને શું ? શાસન ઉ૫૨ પ્રીતિ હોય તેનાથી આવા સમયે બોલ્યા વગર રહેવાય જ નહિ. ૨૨૦ 1408 સૂર્યનો તો એ ગુણ જ છે કે એ પ્રકાશ ફેલાવે જ : પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે શ્રી જિનેશ્વરદેવના પણ નિંદકો છે. રોમરોમ પ્રાણીમાત્રના ભલાની જેમને ભાવના છે, કોઈ પણ જંતુના બૂરાની જેમને અંશ માત્ર ભાવના નથી, આખી જિંદગી જેમણે પરોપકારમાં સમર્પી છે અને જગત સમક્ષ જેઓ એકાંતે કલ્યાણકારી માર્ગ મૂકી ગયા છે એવા શ્રી જિનેશ્વરદેવના પણ નિંદકો હોય, તો આજે આગમના કે અમારા હોય તેમાં નવાઈ છે ? શીતલનાથ ભગવાનની દેશનાથી શ્રમણો તથા બ્રાહ્મણોને શાશ્વત વૈર થયું. સુવિધિનાથ ભગવાન પછી લાંબા કાળ સુધી શાસનનો વિચ્છેદ રહ્યો છે; માહણો બ્રાહ્મણ બન્યા હતા, વેદમાં ગોટાળા કર્યા હતા, સંસારને સારભૂત કહ્યો હતો. પૈસા લઈ ધર્મક્રિયા કરાવવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી અને ગૃહસ્થ ગુરુ બની બેઠા હતા. દુનિયાનો મોટો ભાગ એ માર્ગે વળેલો હતો ત્યારે શ્રી શીતલનાથ ભગવાન થયા. એમણે ધર્મદેશનામાં એ તમામ વાતોનું ખંડન કર્યું અને સ્પષ્ટપણે જણાવી દીધું કે ‘ગૃહસ્થ ગુરુ ન હોઈ શકે.' પોતે કેવળજ્ઞાનથી જાણતા હતા કે બધા ઉન્માર્ગગામી બન્યા છે અને એ ઉન્માર્ગ રૂઢ થઈ ગયો છે. એવા સંયોગોમાં દેવતત્ત્વ અને ધર્મતત્ત્વ બરાબર કહીને ગુરુતત્ત્વમાં બહુ ખેંચ્યું ન હોત અને થોડું ઢીલું મૂક્યું હોત તો નાહકના ઉંદર-બિલાડી જેવા વૈર શ્રમણ-બ્રાહ્મણ વચ્ચે ન થાત ને ? આ વૈરના-કલહના ઉત્પાદક શ્રી શીતલનાથ ભગવાનને કહેવા ? ના, નહિ જ. પાપાત્માઓના પાપ જ એ કલહનું કારણ છે. સૂર્ય ઊગે ત્યારે ઘુવડ આંખ મીંચે એમાં સૂર્યનો શો દોષ ? દોષ તો એ કમનસીબ આંખોનો છે કે જે સૂર્ય ઊગતાં જ મીંચાઈ જાય છે. સૂર્ય પોતાનાં કિરણો ઘુવડની આંખ પરથી પાછાં ખેંચે ખરો ? સૂર્યનો તો ગુણ છે કે એ પ્રકાશ ફેલાવે અને શાહ અને ચોરને જુદા પાડે જ. શ્રી જિનેશ્વરદેવના શાસનનો પણ ગુણ કે એ આવે એટલે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદ્દષ્ટિ આત્મા અલગ પડે જ, ઉત્સૂત્રભાષી અને શુદ્ધ પ્રરૂપક જુદા પડે જ. કમળ કાદવથી, તેમ ગુરુ ગૃહસ્થથી નિર્લેપ રહે હૈયાની ક્ષુદ્રતા સંઘને શોભે નહિ. ક્ષુદ્ર વિચારોને સંઘમાં સ્થાન ન હોય. શ્રી સંઘમાં રહેલો, કોઈ પણ વ્યક્તિને પોતાનું બગાડનાર ન માને. જેના યોગે ધર્મ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy