________________
1407
– ૧૪ : સુદ્રતા છોડો, સંતોષ કેળવો!- 94 – ૨૧૯ જુદું. મોહાધીનતાના યોગે એવો વિચાર આવી ગયો કે સીધો જવાબ આપવાથી નામના ચાલી જશે. આથી ત્યાં આત્મા હાર્યો અને માન કષાયે વિજય મેળવ્યો. એક તરફ ઉસૂત્રભાષણ અને બીજી તરફ નામના, એમ બે પલ્લાં સામે નજરે ચઢ્યાં, આત્મા નબળો થયો અને નામના તરફ ખેંચાયો. સહેજમાં શું ? એમ મનાવવામાં અંતે માન કષાય ફાવ્યો, “કપિલ !અહીં પણ ધર્મ અને તહીં પણ ધર્મ એમ જેમ મરીચીએ કહ્યું તેમ આ આચાર્યું પણ “અપવાદે એમ પણ હોય” એમ કહ્યું. શાસ્ત્ર કહે છે કે આથી તીર્થકર નામકર્મનાં દળિયાં વિખરાઈ ગયાં અને આચાર્ય પોતાનો સંસાર વધાર્યો. નામના રાખવા ગયા પણ ત્યારથી એ “સાવદ્યાચાર્ય કહેવાણા. “સાવદ્યચાર્ય” એટલે “પાપાચાર્ય'. તો અમારામાં શાસન ક્યાં રહું?
સભા: “સંઘ તે વખતે જબરો શે ?”
સંઘ તો હંમેશાં જબરો જ હોય, ટોળાંની વાત જુદી. અત્યારે સંઘમાં રહેલાની દૃષ્ટિ થાબડથીબડ કરવાની છે તે યોગ્ય નથી, યશ વગેરે શુભ નામકર્મના ઉદયથી છે. શુભ નામકર્તાનો ઉદય આ આગમના પ્રતાપે છે. રક્ષા આગમની કરવાની કે નામનાની ? મિલકતની જરૂર છે એ માન્યું પણ મિલકત આપીને આબરૂ રાખે તે શાહ કે આબરૂ વેચીને મિલકત રાખે તે શાહ ? આબરૂ વેચીને મિલકત સાચવી રાખનારને દુનિયા પણ શાહ નથી કહેતી; એને તો દેવાળિયા કહે છે. નાદારી નોંધાવેલા બાપના સંતાનોએ વર્ષો પછી વ્યાજ સાથે દેવું ચૂકવ્યું એવા પણ દાખલા છે અને લોકો એને પૂજે છે. દુનિયા અંતે તો સત્યની પૂજારી છે. મૂર્ખ હોઈ ઢોંગી તરફ ઝૂકી જાય એ બને પણ એને વસ્તુ સાથે વૈર નથી. આગમ કરતાં, ધર્મ કરતાં જાતની કિંમત વધારે આંકનારા, આબરૂ કરતાં પૈસાની કિંમત વધારે આંકનારા જેવા છે. જાત સારી હોય, પ્રામાણિક હોય, નિષ્કલંક હોય એ ઉત્તમ છે; એ અનુપમ કામ કરી શકે એની ના નથી; પણ જાતને નિષ્કલંક રાખવા ધર્મને-આગમને કલંક લાગવા દે, તે તો આબરૂ વેચીને પૈસા સાચવનારા જેવા છે.
આવા સમયે આરામથી અમારી જાતનો બચાવ કરીને બેસી ન રહેવાય. એ તો ધર્મ માટે બોલે છે ને ? આગમ માટે બોલે છે ને ? ક્યાં અમારા માટે બોલે છે ?' એવું વિચારી મૌન રાખી બેસી રહીએ તો અમારામાં શાસન ક્યાં રહ્યું ? આ રીતે જાતને થાબડ્યા કરવાથી શું વળે ? એ વાત સીધી જ છે કે હલ્લા તો જ્યાં થાપણ હોય ત્યાં જ આવવાના. જોખમ તો પેઢી માંડીને બેઠો હોય તેને જ