________________
-
1405.
૨૧૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ તો એક શ્રી તીર્થંકરદેવ જ ભોગવે છે. એ પરમાત્મા જ્યાં જ્યાં વિચરે ત્યાં છયે ઋતુઓ અનુકૂળ, પવન પણ અનુકૂળ અને ભૂમિ એવી બને કે ધૂળની રજકણ પણ ક્યાંય ન ઊડે. ત્યાં વાતાવરણ કેવળ સેવા, ભક્તિ, બહુમાન અને પ્રેમનું જ જોવા મળે. દેવતાઓ પરમાત્માને જમીન પર પગ ન મૂકવા દે. પગ મૂકતાં પહેલાં તો સુવર્ણકમલ ગોઠવાઈ જાય. પ્રભુને જોવું નથી પડતું કે ક્યાં બેસું? એ
ક્યાં બેસવાના છે એની ચિંતા દેવતા રાખે અને જ્યાં બેસે ત્યાં સિંહાસન ગોઠવાયેલું જ હોય. આજનો રાજા જોયા વિના બેસવા જાય તો જમીન પર પટકાય. પ્રભુ વિચરે ત્યાં કાંટા પણ સીધા હોય તે ઊંધા થઈ જાય. આકાશમાં ઊડતાં પંખીઓ ભગવાનને પ્રદક્ષિણા કરે. પક્ષીઓ મધુર અવાજ કરે. ચારે તરફ વાતાવરણ શાંત અને મનોહર હોય. એ શાંતિ સાચી હોય પણ દાંભિક નહિ. શુભ કરણીના યોગે શુભ નામકર્મ બંધાય, ચારે તરફ યશ ફેલાય પણ હયાતીમાં જ; એમાં ફેરફારીનો પ્રસંગ આવે ત્યારે નામનાને વળગાય કે આગમના સત્યને ? સાવધાચાર્યનો આત્મા હાર્યો અને માનકષાય જીત્યો?
સાવદ્યાચાર્ય પૂર્વે શાસનની અપૂર્વ સેવા કરીને તીર્થંકર નામકર્મનાં દળિયાં એકઠાં કર્યા હતાં. તે વખતના તમામ ગામના સંઘો એમના વચન પર નિર્ભર હતા. ઢોંગી ચૈત્યવાસીઓ અને દેવદ્રવ્યનું ભક્ષણ કરનારા વેષધારીઓ એમના નામથી ધ્રૂજતા હતા. એમણે સંધોમાં કાયદો કરવો કે જે મંદિરોના ચૈત્યવાસીઓ માલિક બની બેઠા છે તે મંદિરોમાં કોઈએ દર્શન કરવા પણ જવું નહિ, કેમકે ભક્તિનો તે લોકો દુરુપયોગ કરે છે. આવક બંધ થવાથી પેલા મૂંઝાયા. એ ઢોંગીઓ જાણતા હતા કે આ આચાર્ય છે ત્યાં સુધી આપણો કાંઈ પત્તો લાગશે નહિ. એ ઢોંગીઓ પોતાનો સ્વાર્થ સાધવા એમને સામે લેવા આવતા, હાથ જોડતા અને પગચંપી કરી ખાનગીમાં વિનવતા કે-“આટલા કઠોર શા માટે થાઓ છો ? થોડા નરમ થાઓ. આ શ્રાવકો મંદિરમાં દર્શન પૂજન કરવા આવે એમાં હરકત શી ?” આચાર્ય કહેતા કે-એ વાત ન કરો. તમારું તો મોટું જોવામાં પણ પાપ છે. તમે તો દેવદ્રવ્યના ભક્ષકો પાક્યા છો. આવું તેમને મોઢે સંભળાવતા.
એક વખત પ્રસંગ એવો બન્યો કે આચાર્ય માટે બેસી વ્યાખ્યાન કરી રહ્યા હતા અને કોઈએ પ્રશ્ન કર્યો. હવે એ પ્રશ્નનો જો સીધો ઉત્તર આપે તો પોતાની નામનાને ધક્કો લાગશે એમ તેમને લાગ્યું. હકીકતમાં તો નામના વધે તેમ હતું. તીર્થકર નામકર્મનાં એકઠાં થયેલાં દળિયાં નિકાચિત બને તેવું હતું પણ મનાઈ ગયું