SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ : ક્ષુદ્રતા છોડો, સંતોષ કેળવો ! – 94 આત્માને દબાવે છે ત્યારે ને ? એમાં જરાયે બચાવ ન ચાલે. આની-આ આગમની સેવામાં જેટલી શિથિલતા તેટલી આત્માની ખરાબી સમવી. નામકર્મ તો નાશ પામવાનું છે ને ? જે આગમના યોગે નામના, પૂજા, પ્રતિષ્ઠા મળી, તે મળ્યા પછી એ જ આગમને એક બાજુ મૂકવાં અને જે નામકર્મના નાશ વિના મુક્તિ નથી એ નામકર્મના યોગે જ મળેલી નામનાને આગમના ભોગે સાચવવી એમાં ડહાપણ છે કે મૂર્ખતા ? સભા 1405 ૨૧૭ ‘ભગવાન તો ગયા, એમનાં નામકર્મનો તો નાશ થયો થતાં આજે પણ તેમનું સ્મરણ, પૂજા, સન્માન સત્કાર છે ને ?’ નામકર્મના નાશ વિના મુક્તિ નથી જ. ભગવાનના આત્માથી છૂટા પડેલા નામકર્મનાં પુદ્ગલો પણ આ કામ કરે છે. એમણે જગત ઉપર અનુપમ ઉપકાર કર્યો માટે એનું સ્મરણ થાય છે. મમતા મૂકી, રાજ ઋદ્ધિ અને શરીર સુધ્ધાં તજ્યાં, ઉપસર્ગો વેઠી ઘાતીકર્મ ખપાવી કેવળજ્ઞાન મેળવ્યું, ધર્મતીર્થની સ્થાપના કરી, સત્યનું પ્રકાશન કર્યું, પાખંડીઓ સામે અડગ રહ્યા અને નામકર્મને આધીન ન થયા માટે એમના નામનું સ્મરણ આજે થાય છે. તીર્થંકર નામકર્મનો વિપાક કેવળજ્ઞાન થયા પછી જ ઉદયમાં આવે છે. જો તીર્થંકર નામકર્મના વિપાકથી મળતી દિવ્ય ઋદ્ધિ બીજા કોઈ જીવને મળે તો એ એને પચાવી શકે જ નહિ અને મુક્તિએ જઈ શકે નહિ. તીર્થંકર નામકર્મના’વિપાકોદયમાં પૌદ્ગલિક સામગ્રી એટલી બધી આવીને હાજર થાય છે કે કાચો પોચો ત્યાં વિરાગી રહી શકે નહિ. એમની બેઠક, ઊઠક બધું જુદું. અહમહમિકાથી (હું પહેલો, હું પહેલો એવી પડાપડીથી) અસંખ્યાતા ઇંદ્રોની સેવા બીજા કોઈ પચાવી શકે ? નહિ જ. હું તો ખરી વાત કહું કે-ચાર પાઘડીઓ જો સીધી આવીને અમારા પગમાં નમે તોય હૃદયમાં ઉછાળો આવે એવી આજની અમારી હાલત છે. ચારસોની ગાળ સાંભળવી સહેલી પણ ચારનો નમસ્કાર ઝીલીને પચાવવો કિઠન. ગમ ખાનારા ઘણા પણ ‘આપ મહાવિદ્વાન એ પ્રશંસાના શબ્દો સાંભળીને પચાવનાર થોડા; અધવચ્ચે જ કુંટાઈ મરનારા ઘણા.’ તીર્થંકરોની વિશ્વશ્રેષ્ઠ સમૃદ્ધિ : દેવો અને ઇંદ્રો ત્રણ ત્રણ ગઢ બતાવે તે કેવા ? ઘોર મિથ્યાદૃષ્ટિ પણ દૂર દૂરથી જોવા દોડ્યા આવે અને એક વાર તો શિર ઝુકાવે તેવા. રાજા, મહારાજા અને ચવર્તીઓ પણ ત્યાં આવીને એ ઋદ્ધિ, સમૃદ્ધિ જોઈને આભા બની જતા. કોઈ સમ્રાટ એવો નથી થયો કે જેણે આવી સાહ્યબી ભોગવી હોય. એ સાહ્યબી
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy