________________
૨૧૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1404 છૂટી જાય ખરી ? નહિ જ. થાકે ત્યારે બોલે નહિ. સમ્યક્ત છે એટલે અવસરે અવસરે ચેતે પણ ખરો. વાલીમુનિએ પહાડ દબાવ્યો ત્યારે રાવણને લોહીની ઊલટી થઈ, પોતાની ભૂલ સમજાઈ કે તરત મહાત્માએ અંગૂઠો ઉપાડી લીધો; ત્યારે રાવણ બહાર આવીને પશ્ચાત્તાપ કરે છે અને આવીને મુનિને વંદન કરે છે. સમ્યક્ત ન હોય તો આ બને ? ઊલટો વેર વધારે રાખી, ન ચાલ્યું માટે ચાલ્યો જાય. આ તો મુનિ પાસે આવીને કહે છે કે “મહાત્મન ! જેવા તમે ઉપકારી છો તેવો જ હું અપકારી છું, જેટલા તમે ઉત્તમ છો તેટલો જ હું અધમ છું, આપ તો જીવનદાતા છો અને મને જીવતો રાખવામાં આપની ઉપકારબુદ્ધિ જ કારણભૂત છે. આજે તો બળવાન કદી સુદ્રને પકડીને દયાથી છોડી મૂકે તો પણ પેલો બબડે કે-જોયું ? પકડ્યો ભલે પણ કંઈ હાથ ચલાવી શક્યો ? શાનો ચલાવે ? માલ શું છે એનામાં ?” નબળો નબળો પણ ઉપરથી ડામ દેતો હોય એવાં વેણ કાઢે.' પકડાયો કેમ ?” એ ન વિચારે. મિથ્યાદૃષ્ટિ હીણકર્મી આત્મા ઉપકારના નતીજામાં પણ આવું આવું બોલે. આગમની સેવામાં જેટલી શિથિલતા તેટલી આત્માની ખરાબી :
આપણે વિરોધી સામે કડક થઈએ છીએ તેનો હેતુ પણ આ છે. જો ધીમા શબ્દો બોલીએ તો તરત આક્ષેપ કરે કે-જોયું ? અંદર પોલ છે નહિ તો બોલ્યા વિના રહે ? પણ બોલે ક્યાંથી ?” કડક બોલવાથી ગુસ્સાખોર ભલે કહે પણ
અંદર પોલ છે' એમ નથી કહેવાતું. “પોલ છે” એમ કહેવા માટે તો અરધો પોણો કલાક વિચારી લેખ લખે તેમાં આડુંઅવળું પહેલાં ચીતરી પછી ડચકાં ખાતાં જરા લખે કે અહીં પોલ જણાય છે.” કેમકે ખાતરી છે કે સામે દારૂગોળો તૈયાર છે; પડકાર થયા વિના નહિ રહે. પણ જો ધીમા શબ્દોમાં તેમને કહીએ કે-“અરે ભાઈ ! નાહકના નાદાન બની શાસન કેમ ડહોળો છો ? તો તરત કહે કે-“જોયું ! હવે મહારાજ સમજી ગયા કે જો વધારે બોલવા જઈશું તો આ લોકો આપણી છાતી પર ચઢી બધી પોલ ખુલ્લી કરી દેશે.” તમે એ લોકોની પેરવી સમજો. વાતવાતમાં એ જાત પર વાત લાવે છે તેનો હેતુ એક જ છે કેકાંઈ કરતાં અટકે. પણ એ અટકે કોણ ? જેને આગમ કરતાં પણ પોતાની જાત વધારે લાગતી હોય તે, જે આગમને પોતાની જાત કરતાં ઊતરતું માનતો હોય તે.
સભાઃ “બધાનું મનોબળ કાંઈ સરખું હોય ?
ન પણ હોય. પરંતુ ત્યાં પણ કરણ શું ? કર્મનું એટલું જોર છે માટે ને ? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન-વચન-કાયાને બહેકાવનારી ચીજો