________________
૨૨૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
જ રહે, એનો આત્મા નહિ. સાધુ ગૃહસ્થને કહે-‘તારો વેપાર કેમ ચાલે છે ? તારું શરીર કેવું છે ? તારે છોકરાં કેટલાં અને કેવાં છે ? મારા શ્રાવક ભિખારી ન હોય, દેશાવર જાઓ, વિલાયત જાઓ, વિજ્ઞાન ખીલવો, બેસી શું રહ્યા છો ? તો સમજવું કે એ સાધુને સન્નિપાત થયો છે.’
1410
શ્રાવક રોતો આવે તો મુનિ તેને ઉપદેશ આપે, તેનો અશુભોદય સમજાવે અને તેને ધર્મમાં જોડાવાનું કહે. પણ શ્રાવક પોક મૂકે તે પહેલાં જ મુનિ પોક મૂકે તો શું થાય ? મુનિ પોતે જ એને ‘તું શી આપત્તિમાં છે ?’, એમ પૂછે તો પછી પેલો પોતાની સંસારની બધી આપત્તિ ન ગણાવે ? સંસાર આપત્તિઓથી ભરેલો જ છે. એક પછી એક એ ગણાવે જ જાય. કહે કે-છોકરું નથી, સ્ત્રી માથાભારે ને ઝઘડાખોર છે, બજાર મંદા છે, ધંધા ઠંડા છે, નોકરો લુચ્ચા છે, વગેરે. આપત્તિઓના ઢગલા બતાવે. સાધુની ઉપાધિઓની તો શાસ્ત્ર ગણના કરીને બાવીસ કહી છે; પણ ગૃહસ્થની ઉપાધિઓનો તો કોઈ પાર જ નથી. એ ગણાય શી રીતે ? આજે કોટ્યાધિપતિ કહેવાતો કાલે ભિખારી બની જાય. ઘડી પહેલાં લાલચોળ દેખાતો ઘડી પછી જુઓ તો. કાળો ધબ દેખાય. સાધુ તો પાસે આવનારને સંસારની અસારતા સમજાવે. આજે સાધુઓ પણ જે બેકારીની બૂમો મારી રહ્યા છે તે તો સંનિપાતના જોરે. નહિ તો નિરસ આહારવાળા વનમાં બેકારી શી હોય ? બેકારીના સમયમાં તો સાધુ જેટલો લેવાય તેટલો લાભ લઈ લે. કંઈકને સમજાવીને સન્માર્ગે વાળે તો કંઈકને શ્રેણી પણ મંડાવે, જો કાળ સારો હોય તો. કારણ કે આપત્તિ આવે ત્યારે સહેજે સંસારી જીવની ભાવના ધર્મ તરફ વળે.
દુઃખ રોવા આવનારને મુનિ શું કહે ?
આપત્તિમાં માણસને દેવ યાદ આવે અને ગુરુ પાસે પણ એ હૈયાની બળતરા સાથે પોતાનાં દુ:ખ રોવા આવે. હવે ગુરુ પણ પાધરું જ એને પૂછે કે‘તારે શું દુ:ખ છે ?’ એટલે બેય સ૨ખા ભેગા થયા. પછી ત્યાં કાણ મંડાય કે શાંતિ જન્મે ? આજના સમયધર્મની મોકાણ જ એ છે કે એ કાણને પણ સમયધર્મ માને છે. સંસારમાં કાણ મોકાણ છે તે સામાને દિલાસો આપવા માટે કે વધારે રોવડાવવા માટે ? ત્યાં જઈને કહેવું જોઈએ કે-‘સંસાર નશ્વર છે. મરણ તો શ્રી જિનેશ્વરદેવના માથે પણ હતું;' વગેરે કહીને સામાને દિલાસો દેવો ઘટે. આજે તો મરનારની પાછળ કાણિયા આવે તેમને સાચવવા મરનારની વિધવાને ગામનાં દેવાં કરવાં પડે છે. ઘીમાં ઝબોળેલી રોટલી ખવરાવવી પડે છે. આવનારા સો કદમ દૂરથી રોવાનો ઢોંગ કરી પોક મૂકે ત્યારે