________________
1323
૯ : શું સટ્ટો, જુગાર નથી ? – 89
૧૩૫
નિયમ કરાવ્યો છે. એ વખતે એમનામાં બીજી યોગ્યતા ન હતી. આ નિયમના યોગે તેઓ ઘણા પ્રસંગે બચ્યા છે. પરિણામે તેઓ પ૨માર્હત થયા છે અને ભવાંતરમાં ગણધર થશે. સાત વ્યસનના ત્યાગથી જીવન ઘણું સુધરી જાય. જીવનમાં ઘણાં પાપ બંધ થઈ જાય. સાત વ્યસનને નહિ સેવનારો પણ ભવિષ્યમાં નહિ સેવવાનો નિયમ લઈ શકે છે. શ્રી જિનેશ્વરદેવનો સેવક, જેને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા રોમરોમ પરિણમી હોય તે સાતે વ્યસનનો ત્યાગ ન કરે ?
આવા ઉત્તમ નિયમો કરી આજે ચોમાસી ઊજવો અને કાલે હોળીમાં ભૂતકાળનાં પાપો બાળીને ભસ્મ કરો.
સભા દવામાં દારૂ આવે તો ?’
એવી દવા ન લો. દવાથી જ જીવન ટકે છે એવું નથી. વિકટ અવસ્થામાં સમાધિ માટે ઔષધ તો નિમિત્ત છે. એવા ઔષધ વિના મરી જ જવાય અથવા બીજા ઔષધથી ન જ જિવાય એવું નથી. વૈઘ-ડૉક્ટરને કહો તો તેની બદલીમાં બીજું ઔષધ પણ આપે. આદું ન ખાનારને સૂંઠ અને મધ ન ખાનારને ગોળ વાપરવાનું વૈદ્યો કહે છે. પ્રવાહી દવા ન લે તેને પાવડર કે ગોળી આપે છે. છતાં તમે ઢીલા હો, પ્રવાહી દવા લીધા વગર ન જ રહી શકો તેમ હો અગર તો વૈદ્ય-ડૉક્ટરને સૂચવ્યા છતાં તેઓ કહે કે-પ્રવાહી દવા લીધા વિના છૂટકો જ નથી તો પણ તમે મક્કમ રહો તો સારી વાત છે પણ ઢીલા હો તો તમે જાણો. પરન્તુ એવા પ્રસંગ સિવાય તો માંસ-મદિરાનો નિયમ કરી શકો ને ? ના કહેવા છતાં ડૉક્ટર તમારી જાણ બહાર એવી દવા આપી દે તો તમે બિનગુનેગાર છો. નિયમની મહત્તા ઃ
એક ક્ષત્રિયને શિકારનો ભયંકર શોખ. જ્યારે જુઓ ત્યારે તેના હાથ લોહીથી ખરડાયેલા હોય. પંખીઓને તો પકડીને હાથથી જ મસળી નાખતાં તેને જરાયે અરેરાટી ન થાય. જે ગામનો એ ધણી હતો ત્યાંની પ્રજા તેના આ વર્તાવથી ત્રાસી ગઈ હતી. ત્યાંના વણિકો પ્રયત્નપૂર્વક તેને કોઈ મહાત્માના સંસર્ગમાં લઈ આવ્યા. મહાત્માએ એને ઉદ્દેશ્યા વિના જ કર્મના દારુણ વિપાકોનું વર્ણન કર્યું. એ સાંભળતાં પેલાને એવી અસર થઈ કે ત્યાં ને ત્યાં જ પિસ્તોલ ભાંગી નાખી અને હવે પછી કોઈ પણ જીવને નહિ મારવાનો નિયમ મહાત્મા પાસે માગ્યો. મહાત્માએ ઉતાવળ ન કરવા અને બરાબર વિચારીને નિયમ લેવા કહ્યું. પેલાએ કહ્યું કે-ભગવંત ! હું તો ક્ષત્રિય. કેસરિયાં કરનારો, નિયમ પ્રાણના ભોગે પાળીશ માટે આપ બીજો વિચાર ન કરો. મહાત્માએ નિયમ આપ્યો. થોડા દિવસ ગયા ને જમાઈ આવ્યો. ‘શું જમશો ?’ એમ પૂછ્યું-પેલાએ જે ખાવું હતું