________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
પણ ઇંદ્રિય કે મનને તમારા આત્માની નથી પડી. તમને એ ઊંધી જ સલાહ આપે છે અને ઊંધા માર્ગે ઘસડી જાય છે.
૧૩૪
1322
દેશવિરતિનો માર્ગ સહેલો નથી. પાંચમું ગુણસ્થાનક કઠિન છે. તપાવેલા લોઢાની શીલા પરથી પસાર થવાનું છે. ઢીલા અને પામર હોય તે જ ચોથેથી પાંચમે થઈને છઠ્ઠ જાય. બહાદુરો તો ચોથેથી છઠ્ઠ જ જાય. કાદવવાળા ખાબોચિયામાં પગ તો જે નબળો હોય તે જ મૂકે. બહાદુર તો જરૂર પડ્યે પાંચ કદમ પાછો હઠીને પણ કૂદીને જ જાય. કાદવમાં એ પગ ન બગડવા દે. કેટલાક કાદવ પણ એવા હોય છે કે જે વળગે તો સડો જ થાય. માટે હું તો કહું છું કે સીધા છઠે આવો. એ માર્ગ સહેલો છે. ત્યાં કશો ભય નથી. આગળ-પાછળ કે આજુબાજુ કાંઈ જ નથી. તમારે તો આગળ કાંઈ, પાછળ કાંઈ, આજુબાજુ કાંઈ, જ નથી. તિજોરીમાં કાંઈ અને હૈયામાં કાંઈ. ચારે બાજુથી ઘેરાયેલા, આફતનો પાર નહિ. વાત બધી ભયંકર છે.
સાધુપણાનો માર્ગ એ રાજમાર્ગ છે, સિમેંટ કોંક્રિટની સડક ત્યાં કશો ભય નથી. કાંટા કાંકરા વાગે જ નહિ. તમારા માર્ગમાં તો ચોમેર શૂળો પથરાયેલી છે. એ વાગ્યા વગર રહે જ નહિ. ત્યાં ઓ મા ! ઓ બાપ ! કર્યો ન ચાલે. ઘડીકમાં અમુક માંદો પડ્યો તો ઘડીકમાં અમુક મૂઓ. આમથી તેમ દોડ્યા કરો અને પોક મૂક્યા કરો. પણ મરવાનું તો સરજાયેલું જ છે.
સાતેય વ્યસનોને દેશવટો આપતા મહારાજા કુમારપાળ ઃ
તમે તો જૈન જાતિમાં જન્મ્યા છો. તમારાથી નિયમો ન પળાય ? પૂર્વે જૈનેતરો પણ નિયમો લેતા અને પાળતા. એમને પૂર્વના સંસ્કારવશાત્ કોઈ કુટેવ પડી હોય તે કદાચ ન છૂટે એ બચાવ છે; પણ તમે તો ઉત્તમ દેશ, ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ અને તૈમાંયે શ્રાવકના કુળમાં જન્મ્યા. જન્મથી તમે જૈન, તમારી પરંપરા જૈન, તમારા બાપદાદા પણ જૈન; તમે કાંઈ ઓછા પુણ્યવાન નથી. તમને જૈનપણાના નિયમ ન રૂચે ? સાત વ્યસન જૈનને તો ન જ હોય. શ્રી કુમારપાળ મહારાજાએ સાતેય વ્યસનનાં મનુષ્ય રૂપે પૂતળાં કરાવી, તેના નાક કાન કાપી, મોઢે મશી ચોપડાવી, ગધેડે બેસાડી દેશપાર કર્યા હતાં. ફૂટેલા ઢોલ વગડાવી બહાર કાઢ્યાં હતાં અને ઉદ્ઘોષણા કરાવી હતી કે પ્રજામાંથી જે કોઈ આ સાતમાંથી એક પણ વ્યસનનું સેવન કરશે તેને આ રીતે દેશપા૨ ક૨વામાં આવશે. એમણે દેશ બહાર કાઢ્યાં તો તમે ઘરબહાર તો કાઢો ! અરે, તમારા પોતાના જીવનમાંથી તો કાઢો ! શ્રી કુમારપાળ મહારાજાને આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પહેલા જ પરિચયે પરનારી સહોદ૨૫ણાનો