________________
૧૩૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1324 તે કહ્યું. ત્યારે આણે સાફ ના પાડી કે હવે એ નહિ બને. અને ત્યાં સુધી કહ્યું કે હવે તો અમારી દીકરી પણ જો ત્યાં આવી વસ્તુ ખાશે તો તેને પણ અહીં સાથે ખાવા નહિ બેસાડીએ. જુદા બેસવું પડશે; કેમકે અમને એનો ચેપ લાગે. આ સાંભળી જમાઈ તો રિસાઈને ચાલ્યો ગયો પણ આ ક્ષત્રિયે તેની પરવા ન કરી. જૈનેતર પણ આવ દઢ હોય તો જૈન કેવો હોય ? જૈનના જીવનમાં તો સાતમાંથી એક પણ વ્યસન હોવું ન ઘટે. સટ્ટો અને જુગારઃ
સભા: સટ્ટો જુગાર ગણાય ?
સટ્ટો જુગાર નહિ પણ જુગારનો બાપ, જુગારનો દાદો અને જુગારના દાદાનો પણ દાદો છે. તમે પાપથી એવા નિર્ભીક બન્યા કે સટ્ટાને પણ વેપાર બનાવ્યો. તમે એને વેપાર બનાવ્યો ત્યાં હું એને જુગાર કહીને હું ક્યાં ? બાકી જુગારમાં તો કદાચ ઓછી હારજીત પણ થાય પરન્તુ આમાં તો હિસાબ જ નહિ. જુગાર છૂપો ખેલવો પડે, ખબર પડે તો પોલીસ પકડે પણ આ તો દિવસ અને રાત ભલભલા શાહુકારો પણ ખેલે. તેજીવાળો તેજીમાં જ રાચે, મંદીવાળો મંદીમાં રાચે. બધા મંદીવાળા ફસાય ને તેજી થઈ જાય તો તેજીવાળો ખુશખુશાલ હોય. આવી ભાવના હોય ત્યાં આર્તધ્યાન જ નહિ પણ રૌદ્રધ્યાન પણ આવે. પોતાના થોડા લાભ ખાતર અનેકના બૂરાની ભાવના બેઠી જ હોય. આવો પાપી ધંધો શીખવાડ્યો કોણે ? માટે સાત વ્યસન છોડનારે સટ્ટો છોડવો જ જોઈએ. સાતમાંથી એક પણ વ્યસન જૈનને ન હોય. ' સંતોષનું સુખ સમજાય તો સટ્ટે બંધ થાય ?
શ્રી જિનપૂજન વિના જૈનથી ખવાય નહિ. મંદિર જવાનું ન જ બની શકે તો ઘરમાં શ્રી સિદ્ધચક્રજી રાખીને પૂજા તો કરવી જ જોઈએ. બેકારીનું મૂળ શું ? અયોગ્ય ખર્ચા. હૉટેલ, ચા, પાન, બીડી, સિગારેટ, નાટક, ચેટક, સિનેમા-આ બધા ખર્ચા શા માટે ? સટ્ટા જેવો વેપાર શા માટે ? સટ્ટો એટલે મોટી લાલસાનો વેપાર. જૈન તો જરૂર પડ્યે ત્રણ-ચાર કલાકનો શાંતિનો વેપાર કરે અને જે મળે તેમાં સંતોષથી જીવે. ન્યાયનીતિથી વેપાર કરનારને છાશ રોટલો નહિ મળે ? હું તો કહું છું કે છાશ રોટલો નહિ પણ દાળ, ભાત, રોટલી, શાક ગરમાગરમ મળવાના. પૂર્વે લોકો ભૂખે નહોતા મરતા. એમના સંસારની તો હાલત એવી હતી કે એ સુખની છાયા સ્વર્ગના દેવને પણ દુર્લભ હતી. સંતોષ એ તો પરમ સુખ છે.
મહારાજા શ્રી સિદ્ધરાજ એક સમયે પૂ.આ.ભ.શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજાને પોતાની સાથે સંઘમાં લઈ ગયા ત્યારે તેઓશ્રીને પાલખી, હાથી,