________________
1325. --- ૯: શું સટ્ટ, જુગાર નથી? - 89 -
૧૩૭ ઘોડા, મેના વગેરેનો ઉપયોગ કરવા કહ્યું. પૂ. આચાર્ય ભગવંતે કહ્યું કે-“અમારે એ કાંઈ ન ખપે. અમે તો પદવિહાર જ કરશું.” આ સાંભળી રાજાને જરા રોષ આવી ગયો અને તેનાથી બોલાઈ ગયું કે-“આ તો કેવા ભણેલા મૂર્ખ છે ! છતી સામગ્રીએ ઉપયોગ શા માટે ન કરવો ?' ગુરુભગવંત તો કાંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા, કેમકે તેઓ જાણતા હતા કે સાહ્યબીમાં પડેલા રાજાને આત્મિક સુખનો ખ્યાલ ક્યાંથી હોય ? પાછળથી રાજાને લાગ્યું કે પોતાની ઉતાવળ થઈ ગઈ. છતી સામગ્રીએ તેનો ઉપયોગ ન કરનારા તો ખરેખર ઉત્તમ આત્માઓ છે એમ એને લાગ્યું. પોતે ગુરુ ભગવંતની પાછળ પાછળ તેમના સ્થાને ગયો. આચાર્ય ભગવંત તો ઘાસની ઝૂંપડીમાં પોતાના શિષ્યો સાથે એ વખતે આહાર વાપરી રહ્યા હતા. રાજાએ એક તરફ છુપાઈને જોયું તો ગામડામાંથી મેળવેલો લુખ્ખો સુક્કો આહાર પાણીમાં મેળવીને વાપરતા દેખાયા. આવો આહાર પણ મહાત્માઓ પ્રસન્નતાપૂર્વક વાપરી રહ્યા હતા. તેમના ચહેરા પર થાક કે ગ્લાનિની જરા પણ અસર જણાતી ન હતી. રાજાને થયું કે ખરેખર, આ મહાત્માઓને ધન્ય છે. મારે તો સેંકડો ચીજો ભાણામાં આવે છતાં કદી સુખથી ખાઈ શકતો નથી. રાજાને સુખનો જેરા ખ્યાલ આવ્યો. ગુરુભગવંત બહાર પધાર્યા ત્યારે રાજા જઈને પગમાં પડ્યો અને ક્ષમા માગી. સાચું સુખ સંતોષમાં છે તે એને સમજાઈ ગયું.
મહાવ્રતધારી, મુધાદાયી અને મુધાજીવના તમે સેવક છતાં તમને સંતોષ નહિ એ કેવી દશા ? સંતોષનું સુખ સમજાય તો આજે સટ્ટો બંધ થઈ જાય. સટ્ટો જુગાર તો છે જ. પણ એટલા ખાતર જ તમે જુગાર બંધ ન કરી શકતા હો તો એને બાદ રાખીને પણ સાતે વ્યસનનો નિયમ કરી શકો છો. સટ્ટો મોટી લાલસા પોષવા કરાય છે. લાલસાનો અંત નથી. સોમાંથી હજાર, હજારના લાખ-ઝેડઅબજ-રાજ્ય-ચન્વર્તીપણું, દેવત્વ અને ઇંદ્રપણું-એમ લાલસા વધતી જ જાય છે. ઇંદ્રપણું મળ્યા પછી પણ ન્યૂનતા લાગ્યા જ કરે છે. સટ્ટો તો જુગારને વટલાવે તેવો છે. તે ઉપરાંત ઘોડાની રેસ, ફીચર, આંખફરક વગેરે ઘણી જાતના જુગાર વધી પડ્યા છે.
પચાસ ચીજો ખાનારો પચીસથી ચલાવે તો બીજા પાંચને ખવડાવી શકે. તમારા ખર્ચા કેવળ ઘઉં-બાજરાના નથી. એ ખર્ચા જુદા જ છે. તિજોરીમાં પડેલી લક્ષ્મી ઠંડક આપશે કે બળતરા પેદા કરશે, તેની કાંઈ ખાતરી છે ? તિજોરીમાં લક્ષ્મી ભરી હોય અને પક્ષઘાત થયો તો ? જીભ બંધ થઈ ગઈ તો ? એ વખતની દીનતાનું વર્ણન કોણ કરે ? એ સ્થિતિ તો એનો અનુભવી જ જાણે અને બીજા જ્ઞાની જાણે. એવો વખત આવ્યા પહેલાં પોતાના હાથે જ સદ્વ્યય કરો.