SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ : અપ્રશસ્ત સામે પ્રશસ્તનો મોરચો 99 ઘણા ધર્મ પામે. આચાર્યના રૂપરંગ અને વ્યક્તિત્વ જોઈને પણ ઘણા પાખંડીઓ નિરુત્તર થઈ જાય. ત્યાં રૂપ પણ એ કામ કરે છે. એ રૂપ ઘણા આત્માને આત્મધર્મમાં વાળવામાં નિમિત્ત બને છે. 1485 ૨૯૭ સભા : ‘ગૌતમ મહારાજાને રાગ ભગવાનના શરીર પર થયો, ગુણ પર થયો કે આત્મા પર થયો ?' પહેલાં તો શરીરનાં જ દર્શન થાય છે ને ? એ જોઈને વિચારે છે કે દેવોનાં જે જે વર્ણન મેં વાંચ્યાં છે તે આ દેવ નથી; કેમ કે તે દરેકમાં અમુક અમુક ખામી છે. જ્યારે આમનામાં તો એક પણ ખામી દેખાતી નથી, ‘સઘળા દોષરહિત અને સઘળા ગુણ સહિત વીતરાગ દેવ તે આ’, એમ પછી એમને તરત જ વિચાર આવે છે. પહેલું રૂપસ્થ ધ્યાન પછી પદસ્થ વગેરે ધ્યાન છે. વૈરાગ્યપોષક સંગીત એ સાચી કળા છેઃ ‘મારા મનના સંશય કહે તો સર્વજ્ઞ માનું' એ વિચા૨ તો એમને પછી જરા ઊંડા ઊત૨વાથી આવે છે. પણ ઊંડા ઉતા૨ના૨ તો એ રૂપ ને ? શ્રી તીર્થંક૨દેવની આંતરિક શોભાની તો શી વાત કરવી ! પણ એ જ્યાં વિરાજમાન હોય ત્યાં દેવો આજુબાજુનો બહા૨નો દેખાવ પણ એવો કરે કે દુશ્મનને પણ એ જોવાના કોડ થાય; અનેક જીવોને એ સમોસરણમાં દાખલ થવાનું મન થાય અને અંદરનું વાતાવરણ એવું કે ગુસ્સાખોરનો પણ ગુસ્સો શાંત થઈ જાય. મોટાઓના ચહેરાનું નૂર પણ એવું હોય કે પ્રતિસ્પર્ધીને બેસાડી દે. જો એમ ન થાય તો પુણ્યની એટલી ખામી. પૂર્વાચાર્યોમાં એ પ્રભાવ હતો કે એમના રૂપરંગ જોઈને પાખંડીઓ થંભી જતા. બાલમુનિને જોઈને બધાની આંખો ખેંચાય એનું કારણ ? મોટા મુનિઓ જેવી એની કાંઈ આચરણા નથી; પણ બાળશરીરના કારણે એની થોડી ઘણી પણ આચરણા આકર્ષિત કરે છે. મોટા મુનિ અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરે તોય થાય કે કરે, પણ બાલમુનિ ફક્ત એક ઉપવાસ કરે તોય દરેકને આશ્ચર્ય થાય. કારણ ? આવું નાજુક શરીર અને આ ભાર ? રૂપ એ પણ ગુણ છે. માટે તો શાસ્ત્ર કહ્યું કે મંદિરો એવાં બનાવરાવવાં કે પાખંડીઓની પણ આંખો ખેંચાય. ‘નથી પ્રવેશવું’ એમ નક્કી કર્યું હોય તોય અંદર જવાનું મન થઈ જાય. એ મંદિરોની ભીંતો જ એને બોલાવે. શ્રી જિનેશ્વર દેવની યોજનગામિની દેશનાનો ધ્વનિ પણ એવો મીઠો કે પાખંડીઓ પણ ખેંચાઈને આવે ને સાંભળીને આનંદ પામે. સ્તવન તો એક જ હોય પણ કોઈ ગમે તેમ બોલી જાય ને કોઈ મધુર સ્વરે ગાય તો તેમાં ભાવમાં ફેર પડે ને ? સંગીતને કળા કહી છે. રૂપરંગના પોષણ માટેનું સંગીત એ કળા નહિ, વૈરાગ્યપોષક સંગીત એ કળા..
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy