________________
૨૯૯
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1484
સારો માણસ ખોટું કરે તે વધારે ટીકાપાત્ર ઃ
રાજા પણ હલકા માણસોના દોષ જોયા કરે તો એનાથી રાજ્ય ન થાય. સામાન્ય માણસ કાયદાનો ભંગ કરે તો જજ બહુ ટીકા ન કરે. ભીલ કે કોળીવાઘરીએ ચોરી કરી હોય તો બે-ચાર મહિનાની સજા કરી કેસ પતાવી દે. લાંબી ટીકા-ટિપ્પણ ન કરે, કેમ કે, એ શુદ્ર જાત છે. તક મળે તો એ ચોરી કર્યા વિના રહે એ મુશ્કેલ. પરંતુ જો કોઈ સારા ઘરનો સુખી ગણાતો ચોરી કરે તો જજ ટીકા કર્યા વિના ન રહે. એ ચુકાદામાં લખે કે, “આવા સારા ગણાતા માણસો પણ ચોરી કરે તો એ રાજ્યને માટે શ્રાપરૂપ છે.” શાહુકારો ચોરી કરે તો રાજ્ય કેમ નભે ? હલકા માણસોની વાત જુદી છે એમ રાજ્યકર્તાઓ પણ વિચારે. તો... એ મોટા થવાને લાયક નથી ?
શ્રીસંઘનાં ચિત્ત ઉત્તમ જોઈએ. વાતવાતમાં ફલાણાએ આમ કર્યું ને ઢીંકણાએ તેમ કર્યું એવા વિચારો એને ન આવે. એવા વિચારો જેને આવતા હોય તે પ્રશસ્ત કષાયને લાયક નથી. પ્રશસ્ત કષાયનો અધિકારી તે છે કે જેનામાં ઘણા દોષ ગળી જવાની તાકાત હોય. પોતાનું અપમાન કે પોતાની જાત ઉપર આવતી આપત્તિની ચિંતા એને ન હોય. મોટાના દુશ્મન ઘણા એ સામાન્ય નિયમ. સારામાં સારો અને સાચામાં સાચો જજે ન્યાયી ચુકાદો આપે તો પણ જેના ઉપર હુકમનામું થાય કે જેને સજા થાય તે તો એ ચુકાદાને અન્યાયી જ માને. ન્યાયાધીશને ગાળો જ આપે. અપીલ કરે તેમાં એ ન્યાયાધીશની ભૂલ જ બતાવે ને લખે કે “વિદ્વાન મેજિસ્ટ્રેટે ભૂલ કરી છે માટે આ કેસની ફરી તપાસ થવી જરૂરી છે.” સારા તથા મોટા માણસો તરફ દુર્ભાવ રાખી એમની નિંદા કરનારા ઘણા હોય છે. જો મોટાઓ એમના બકવાદની કિંમત આંકે તો શાસ્ત્ર કહે છે કે એ મોટા થવાને લાયક જ નથી. રૂપ પણ પ્રભાવક બને!
પ્રશસ્ત કષાયો વિના અપ્રશસ્ત કષાયોને કાઢી શકાય તેમ નથી. ભગવાન મહાવીર ઉપર ગૌતમ મહારાજાને રાગ થયો તો એ સમકિત પામ્યા ને ? મહાઅભિમાનથી જીવતા આવ્યા ત્યાં ભગવાનને દેખતાં જ થયું કે “કાંક છે.” એ કાંકમાંથી જ રાંકપણું ગયું. એ કાંકમાં એમણે કાંઈ ભગવાનના આત્મગુણો નહોતા જોયા. શાસ્ત્ર કહે છે કે, અરિહંતનું રૂપ, સાહ્યબી અને દેખાવ પ્રશસ્ત કોટિનાં હોય છે. દુનિયાના માણસોને એવું રૂપ ન સાંપડે. જે રૂપ કામી આત્માને મળ્યું હોય તો ભયંકર છે એ જ રૂપ સમ્યગુદૃષ્ટિને મળ્યું હોય તો પ્રભાવના કરનાર છે. શ્રી જિનેશ્વરદેવોનું તથા આચાર્ય ભગવંતોનું રૂપ જોઈને