SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ 1483 – – ૧૯ : અપ્રશસ્ત સામે પ્રશસ્તનો મોરચો – ૭૭ – ૨૯૫ ન કરવો. પણ પહેલા ઉપવાસે તો મોટે ભાગે આર્તધ્યાન થવાનું. પછી જેમ જેમ ઉપવાસનો અભ્યાસ વધે તેમ તેમ આર્તધ્યાન ઓછું થતું જાય અને શુભ ભાવના વધતી જાય. બાકી ઉપવાસ ન કરે તેને શું આર્તધ્યાન નથી ? આનંદથી ખાવુંપીવું એ કયું ધ્યાન ? સભા : નિર્દોષ આર્તધ્યાન.” રંગ રાખ્યો ! આર્તધ્યાન અને નિર્દોષ ! ભારે મેળ બેસાડ્યો. ધન્યવાદ આપવા જોઈએ. આજે વાતવાતમાં બોલે છે કે નિર્દોષ પ્રેમ. કઈ જગ્યાએ ? વિષયવાસનાના પાત્ર પર નિર્દોષ પ્રેમ ન હોય. વિષયવાસના જેનાથી ખસે એ પાત્ર પર પ્રેમ તે નિર્દોષ પ્રેમ. દેવ-ગુરુ-ધર્મ એ ત્રણનાં પ્રેમ, દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણનો પ્રેમ તે નિર્દોષ પ્રેમ છે. આ તો કહે છે કે “મને મારાં બાળકો પર નિર્દોષ પ્રેમ છે !” એ બધી વાતો ફક્ત બોલવામાં છે. હું કહી ગયો છું કે બાળકના અંગોપાંગ મુલાયમ લાગે છે, એની કાલી ભાષા ગમે છે, વગેરે સ્વાર્થના કારણે જ પ્રેમ છે. સ્વાર્થ ઘવાતો લાગે ત્યાં એ જ પાત્ર ઉપર દ્વેષ જાગતાં વાર લાગતી નથી. ધર્મ કરતાં તકલીફ પડે, આર્તધ્યાન થાય તોય એનો અભ્યાસ ચાલુ રાખવાનું શાસ્ત્ર, ફરમાવે છે. એ કરતાં કરતાં તે દિવસે આર્તધ્યાન આપોઆપ બંધ થશે. કષાય પ્રશસ્ત ક્યારે કહેવાય ? આત્માના ગુણો પ્રગટાવવા બાહ્ય આલંબનોની જરૂર છે. જો એમ ન હોય તો પ્રશસ્ત કષાયનાં વખાણ શાસ્ત્ર ન જ કરત. પ્રશસ્ત કષાયમાં પોતાની નામનાની કે મોટાઈની ભાવના આવે તો માર્યા જવાય. પ્રશસ્ત કષાયના બહાના તળે બીજાનું ભૂંડું તો ન જ ઇચ્છાય. એ રીતે પ્રશસ્ત કષાયમાં અપ્રશસ્ત ભાવના ન પોષાય તેની ખાતરી જરૂરી છે. શ્રીસંઘનાં ચિત્ત શુદ્ર ન હોય. મોટો માણસ નાના માણસોના દોષ ગણ્યા ન કરે. નાનામાં તો દોષ હોય જ. દોષ છે માટે તો એ નાનો કહેવાય છે. નાનાના દોષોને સહી ન લે તે મોટો માણસ થવાને લાયક જ નથી. સો રૂપિયાના પગારદાર જેવું પાંચ રૂપિયાનો પગારદાર કામ નહિ જ કરવાનો. પાંચ રૂપિયાના પગારદારને બજારમાં ચીજવસ્તુઓના ભાવતાલ કરવા મોકલો તો એ ગોટાળા જ વાળે એમાં નવાઈ શી ? “નાનો બગાડે છે” એમ મોટાથી ફરિયાદ ન કરાય. કેમ કે, નાનાના હાથે બગડી જવું સહેલું છે. એ બગાડતો નથી પણ એનાથી બગડી જાય છે. “એ બગાડે છે એમ માનીને જો મોટો એનું બગાડે તો એ મોટો નાનાથી પણ અધમ કોટિનો છે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy