SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ : અપ્રશસ્ત સામે પ્રશસ્તનો મોરચો ૨૯૯ હવે આવી ભાવનાવાળા અને શાસનથી દૂર રહેલાઓ સાથે આપણને મેળ મળે ? સારામાં સારી ચીજની લાલસા પોતાને છૂટતી નથી માટે એવી ચીજ પહેલાં પ્રભુ પાસે ધરાવીને પછી જ ખાવી એ નિયમમાં લાલસા ઉપર એટલો અંકુશ મુકાય છે. પ્રભુને એ ચીજ ધ૨વા જાય ને ભાવના જાગે, વૈરાગ્ય પેદા થાય તો નિયમ લઈને એનો ત્યાગ પણ કરી લે. પ્રભુ સન્મુખ ફળ ધરતી વખતે કયું ફળ માંગે ? એક ફળ મૂકીને એવાં સો મળે એમ ! કે મોક્ષફળ માંગે ? મોક્ષમાં વિઘ્નકર રસના છે એનું તરત ત્યાં ભાન થાય. ભગવાને આ બધા ૨સ તજ્યા માટે પૂજ્ય બન્યા એ વિચાર પણ ત્યાં આવવાનો અવકાશ છે. હવે જો તેનો ત્યાગ થાય તો ઉત્તમ પણ એટલો વખત ત્યાં જે લાલસામાં રુકાવટ આવી એના પણ લાભ તો છે જ. સમ્યષ્ટિની ઇચ્છા તો મોક્ષની જ હોય. પુણ્ય આવે તો ઇન્કાર નથી, પણ ઇચ્છા તો નિર્જરાની જ. જીવાજીવાદિ પદાર્થો જાણ્યા પછી કર્મબંધથી બચી નિર્જરા સાધી મુક્તિ મેળવવાની જ ઇચ્છા હોય. શુભ આશ્રવ આવે અર્થાત્ પુણ્યબંધ થઈ જાય તો વધુ લાભ લે. એ માંગે નહિ પણ મળે તો સદુપયોગ પૂરતો કરે. પ્રયત્ન તો મોક્ષ માટે જ જરૂરી છે. ‘ઇષ્ટફળ સિદ્ધિ’માં માંગણી એ જ કે ‘મોક્ષની સાધનામાં સહાયક સાધનો મળે' મુખ્ય માંગણી તો મોક્ષની જ. ઉત્તમ દેશ, આરોગ્ય, પંચેદ્રિયપૂર્ણતા એ બધું માંગે, પણ નિર્જરા માટે, લહેર માટે નહિ. પુણ્યનો ઇન્કાર નથી પણ પુરુષાર્થ તો મોક્ષ માટેનો જ કે જે એકાંતે હિતકર છે. એ પુરુષાર્થના પ્રભાવે, એ દુનિયામાં ૨હે ત્યાં સુધી દીનતા એની પાસે આવે જ નહિ. અર્થકામ માટેના પુરુષાર્થમાં લાભ ભાગ્યાધીન છે, શંકિત છે અને તોટો નિશ્ચિત છે. મંત્રોની સિદ્ધિ પણ જિતેંદ્રિયને થાય છે 1487 - 99 મોક્ષ માટેના પ્રયત્નમાં નિશ્ચિત લાભ જ છે. ત્યાં તોટાનું તો નામનિશાન પણ નથી અને રિદ્ધિ સિદ્ધિનો પાર પણ નથી. પરંતુ ‘રિદ્ધિ સિદ્ધિનો પાર નથી’ એ વાતમાં મૂંઝાવાનું નિહ. એ વાતમાં મૂંઝાયા તો મર્યા સમજવું. આવી જાય એની પરવા નહિ, એનો સદુપયોગ થાય. એ આત્મા તો એ રિદ્ધિ સિદ્ધિને દાસી કે ગુલામડી જેવી માને. એની સંગતમાં એ શ૨મ અનુભવે. મંત્રોની સિદ્ધિ પણ જિતેંદ્રિયને થાય છે. મોક્ષ માટેનો પ્રયત્ન કરનાર અર્થકામથી વંચિત નહિ રહે. અર્થકામ એને છોડશે પણ નહિ. શ્રી જિનેશ્વર દેવો પોતાના અંતિમ ભવમાં કદી દરિદ્રી હોતા નથી. મોક્ષ માટેનો પ્રયત્ન કરનારને અબજો આવે કે જાય પણ પ્રસન્નતા એકસ૨ખી જ રહે. દુનિયાની લક્ષ્મી મેળવે એનાં વખાણ થાય કે ખર્ચે એનાં ? ખેડૂત ખેતી કરે તેમાં અનાજની કિંમત છે, ઘાસની કિંમત નથી; તેમ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy