________________
૩૦૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
- 1488 પુણ્ય એ ઘાસના ઠેકાણે છે. એકલું અનાજ થાય ને ઘાસ ન થાય અથવા ઓછું થાય તો ખેડૂત અફસોસ ન કરે. ઊલટું ઓછું ઘાસ થાય ને વધારે અનાજ પાકે એ ખેતર સારું ગણાય. એકલું ઘાસ થાય ત્યારે તો ખેડૂત કપાળે હાથ મૂકે અને કહે કે, મહેનત માથે પડી. એવું જીવન એ જીવન બાકી લુહારની ધમણઃ
ક્રોડો મૂકીને મરે તેની કિંમત નથી. પણ ક્રોડો આપે કે ક્રોડોનું દાન કરે તેની કિંમત છે. જન્મીને મરે તો સૌ પણ એને કોઈ ન સંભારે. જન્મીને કાંઈ કરીને મરે તેને સૌ સંભારે. “કાંઈ” એટલે જેલમાં જઈને કે દુર્ગતિ ખરીદે એવી ક્રિયા કરીને નહિ. પણ સંયમ પાળીને, દાન-શીલ-તપ-ભાવ આરાધીને મરે તો. એ જીવન તે જીવન બાકી તો લુહારની ધમણ. એ પણ શ્વાસોશ્વાસ તો લે જ છે. પ્રેમની વાત કરનારાઓમાં પોલ છેઃ
આ દશા આવે ત્યારે સંતોષના ઘરમાં અવાય. એવો સંતોષી તો ખોટ જાય ત્યારેય લહેરમાં હોય. એ કહે કે, જવાનું તો હતું જ, પારકું હતું. છતાં મારું માન્યું હતું એ જ મારી મૂર્ખાઈ હતી. લાખ જાય તોય એને શોક ન થાય. કેમ કે એને સ્વપરનો વિવેક છે. સગર ચક્રવર્તીના સાઠ હજાર દીકરા એકસાથે મરી ગયા ત્યારે, પહેલાં તો એમને શોક થયો. પણ કોઈએ કહ્યું કે, “અજિતનાથ ભગવાનના બંધુને આ ન છાજે. શ્રી જિનેશ્વરદેવના કુટુંબમાં તો વૈરાગ્યની છોળો ઊછળે.” આ સાંભળીને તરત ચક્રવર્તીએ મુગટ ઉતાર્યો. કાણ ન માંડી. પણ સંયમ સ્વીકારી ચાલી નીકળ્યા. શોકને વૈરાગ્યમાં પલટાવી દીધો. આજે તો કોઈ મરી જાય એની પાછળ શોક પ્રગટ કરવા માથાના વાળ ખેંચે પણ ઊખડી ન જાય એની કાળજી બરાબર રાખે. મરનારની પૂંઠે આયંબીલ કરનાર, ત્યાગ કરનાર, ઘર છોડનાર કેટલા ? પ્રેમની વાતો કરનારાઓમાં આટલી પોલ કેમ ?
મોક્ષ માટેનો પુરુષાર્થ એકાંતે લાભારૂપ છે. અર્થકામ માટેનો પુરુષાર્થ કેવળ પાપરૂપ છે, દુર્ગતિદાયક છે. મિથ્યાદૃષ્ટિ અર્થકામ માટે પ્રયત્ન કરે એ ક્ષત્તવ્ય છે, કેમ કે એ અજ્ઞાન છે પણ સમ્યગુદૃષ્ટિનો એ પ્રયત્ન ક્ષન્તવ્ય નથી.
શાસ્ત્રકાર ભગવંત સંતોષરૂપ નંદનવનના વિષયમાં વિશેષ શું વર્ણન કરે છે તે હવે પછી.