SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ 1193 — - ૧ : ગુરુઓને પણ ઓળખો - 81 – રહેતા. છતે બળે અને છતી સામગ્રીએ દુશ્મનો સામે એ કારણે જ હારી ગયા અને પાયમાલ થયા. પોતાના બળના યોગે તો એમણે પ્રજા પર ત્રાસ વર્તાવ્યો. લોકમાં બદનામ થયા. પ્રજા પણ ઇચ્છતી કે આ પાપી જલદી મરે તો સારું.” બળ ઘણું હતું, રણમાં દુશ્મનને હંફાવતા, ભોગ પણ ઘણા ભોગવ્યા પણ અંતે સાધ્યું શું ? દશા શી થઈ ? માટે સાચો બળવાન છે કે જે મન તથા ઇંદ્રિયોને કાબૂમાં રાખે. એ ભોગ પણ કદાપિ કરે તો પણ એ એમાં આંધળો ન બને. મોટે ભાગે અનાસક્ત હોય. કેવળજ્ઞાન અને શરીરબળને સંબંધ કેટલો? જેની ઇંદ્રિયો કાબૂમાં હોય, જેનું મન સ્થિર હોય, તેની કાયા ભલે લથડતી હોય તો પણ તેનું કેવળજ્ઞાન અટકતું નથી. કાયા અલમસ્ત હોય પરંતુ મન અને ઇંદ્રિયો રખડતાં હોય તો તેને કદી કેવળજ્ઞાન થતું નથી. ખંધકમુનિની કાયા તો લથડતી હતી ને ? તેમની એ વખતની કાયાની સ્થિતિ જોઈને તો બહેનની આંખમાં આંસુ આવે છે અને વિચારે છે કે-“ક્યાં આ મારો ભાઈ ! જે રાજકુમાર હતો તે અને અને ક્યાં તેની આ આજની દશા !” કાયા કેવી થઈ હતી ? જ્યાં પગ મૂકવા ધારે ત્યાં પગ પડતો ન હતો. લોહી માંસ વિનાનાં હાડકાં તો એવાં થયાં હતાં કે ચાલે ત્યારે ગાડાના પૈડાંની જેમ ખખડે. ભાઈની આવી કાયા જોઈને બહેનની આંખમાં તો આંસુ આવી ગયાં પણ રાણીની આંખમાં આંસુ જોઈને રાજાને તે વખતે ઊલટો જ વિચાર આવ્યો. એને લાગ્યું કે નક્ક આ રાણીનો કોઈ યાર હોવો જોઈએ. અવિચારી રાજાએ ગુસ્સાના આવેશમાં મારાઓને મુનિની જીવતી ચામડી ઉતારવા મોકલી દીધા. એ મારાઓએ મુનિની જીવતી ખાલ ઉતારી. એ ખાલ ઊતરતાં મુનિના કર્મમલ પણ સાફ થયા અને કેવળજ્ઞાન થયું. એ વખતે કાયામાં બળ હતું ? - કાલસૌકરિકની કાયા મજબૂત હતી ને ? છતાં નરકે કેમ ગયો ? ગોશાળો તથા જમાલી કાયાથી નબળા ન હતા છતાં ક્યાં ગયાં ? તમારી વાત તો એવી છે કે દાન એ ધર્મ પણ લક્ષ્મી વિના દાન ન દેવાય માટે લક્ષ્મી એ જ ધર્મી જેવી આ વાત છે તેવો તમારો પ્રશ્ન છે. લક્ષ્મી એ ધર્મ છે ? ભૌતિક પદાર્થો હોય તેનો લાભ લેવાય પણ એથી એને ઉપાદેય ન મનાય : લક્ષ્મી એ દાનનું કારણ નથી પણ લક્ષ્મી પરની મૂર્છાનો ત્યાગ એ દાનનું કારણ છે. જો લક્ષ્મીવાન બધા દાતાર હોત તો આજનો આ ભૂખમરો ન હોત. આ તો કહે છે કે-ભગવાને દાનધર્મ કહ્યો છે. દાન થાય છે લક્ષ્મીથી. માટે
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy