________________
1583 – ૨૪ : શાસનના ચરણે સર્વસ્વનું સમર્પણ કરો - 104 - ૩૭૫ સામે હલ્લો આવે ત્યારે એ પ્રતિકાર કર્યા વિના રહી શકે જ નહિ. એ વખતે ગુસ્સો ન આવતો હોય તો લાવવો પડે. ઉપસંહાર:
જેની પીઠ પોલી તે આ શાસનમાં ન નભે; એ આપોઆપ શાસનની બહાર થઈ જાય છે. જેની પીઠ મજબૂત છે તે તો મેખલા, કૂટો, નંદનવન વગેરે સાચવવા પ્રાણ આપે. દેવ-ગુરુ-ધર્મ માટે પ્રાણ આપવા એનો ભક્ત તૈયાર ન હોય ? પેઢી માટે હોશિયાર માણસ તૈયાર કરો છો તો આ શાસનની પેઢી માટે એકેક દીકરો આપવા નિયમ કરો. એમ ન કરી શકો તો જાતે આવો. આ બધી ભાવનાઓમાં વિઘ્ન કરનારાઓનો સંગ છોડો. શાસ્ત્રકાર ભગવંત શ્રીસંઘ મેરૂના વિષયમાં હજી પણ આગળ જે વિશેષ વર્ણન કરે છે તે હવે પછી.