________________
1581
– ૨૬ : દ્રવ્યદયા... ભાવદયા... નિર્ધામણા તથા ઉદારતા - 106 –
૩૯૩
ભાવદયા દ્રવ્યદયાને દીપાવે છે
ભાવદયા એ દ્રવ્યદયાને દીપાવે છે. બીમાર પાસે ભાવદયાવાન જાય તો એ દરદીને શાંતિ આપે. એ એવી ઉત્તમ વાતો કરે કે દરદીમાં હિંમત પ્રગટે, હતાશા દૂર થાય, દુર્બાન અટકે, શુભધ્યાનમાં લીન થાય, અશુભ કર્મો ખપે અને શુભોદય પ્રગટ થાય, પરિણામે દરદીની ગતિ સુધરે, પરંતુ ત્યાં જો કેવળ દ્રવ્યદયાળુને બેસાડો તો ઊંધું વાળે. એ ત્યાં બેસીને એવી વાતો કરે કે પેલાને ચિંતાનો ભાર વધી જાય. “શરીર આટલું બધું લેવાઈ ગયું ? ફિક્કાશ તો બહુ આવી ગઈ છે, કોઈ મોટા ડૉક્ટરને બતાવો, આમ ગફલતમાં ન રહેશો,” આવી જાતજાતની વાતો કરી રવાના થાય. પોતે કરે કાંઈ નહિ ને ઊલટો દરદીને ઢીલો પાડતો જાય. પેલો બિચારો, દુર્ગાનમાં પડી વધારે રિબાયા કરે. મોટું ઓપરેશન કર્યા પછી દરદીની સેવામાં જેને તેને ન રખાય. એ એવા મજબૂત મનવાળો જોઈએ કે ડૉક્ટરે કહ્યા મુજબ જ દરેક સૂચનાઓનો કડકાઈથી અમલ કરે. ત્યાં મા-બાપને કે સ્નેહીને ન રખાય કે જેઓ પેલો બહુ બૂમો મારતો હોય તો લાગણીમાં આવી જઈને બે-પાંચ પાણીનાં ટીપાં પાઈ દે. એમાં તો દરદીનો જાન જોખમમાં મુકાઈ જાય. શરીરના રોગી માટે આટલી કાળજી તો આત્માના રોગી માટે કેટલી કાળજી જોઈએ ? આત્માના રોગી પાસે કાયદાનું મજબૂત પાલન કરનાર જ જોઈએ. નિષ્ણાત ચિકિત્સકો કદી દરદીની બૂમોથી ગભરાતા નથી. એ જાણે કે બૂમો પાડવી એ દરદીનો સ્વભાવ છે. જો એથી ચિકિત્સક પણ ગભરાઈ જાય તો યોગ્ય ચિકિત્સા એ ન કરી શકે અને ઉપચારો તો ફળે નહિ. જેમ શરીરના રોગ માટે જરા પણ ન મૂંઝાય એવા ચિકિત્સક જોઈએ તેમ આત્માના રોગ માટે પણ એવા જ ચિકિત્સક જોઈએ. કર્મના નાશનો સુમાર નથીઃ
ભૂખ્યાને ખવડાવો અને તરસ્યાને પાણી પાઓ એટલે ભૂખ અને તૃષા મટે એ પ્રત્યક્ષ દેખાય છે. દરિદ્રીને રૂપિયો આપો એટલે એ રૂપિયાનો માલિક થયો, એ પણ પ્રત્યક્ષ દેખાય છે. એટલે જ આખી દુનિયા દ્રવ્યદયા તરફ ઘસડાઈ છે. દ્રવ્યદયા કરો છો તે છે ખરી, ખોટી નથી. પણ એમાં ભાવ ભળે તો એ સાચી રીતે ઉપકારક બને. જ્ઞાનીને દુઃખી કરતાં પણ ધર્મદીનની વધારે દયા આવે છે, વિષય કષાયમાં સડતા અને ખાનપાન તથા રંગરાગમાં ગબડતાની બહુ દયા આવે છે, કેમ કે, એના યોગે એ જીવો જે દુર્ગતિમાં ગબડવાના છે તે જ્ઞાનીઓ નજરે જોઈ રહ્યા છે. રોગ તો માત્ર શરીરને હાનિ કરે અને શરીર તો આખરે બાળી મૂકવાનું છે. પણ કર્મના નાશનો તો સુમાર નથી. જેનશાસનમાં