________________
૩૯૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
-
1532
ભાવદયાની મુખ્યતા છે, તેમ છતાં દ્રવ્યદયાના પણ ત્યાં ધોધના ધોધ વહે છે. એ ધોધનો આ શરીરમાં વિરોધ નથી. અનુકંપામાં પાત્રાપાત્ર જોવાનું છે જ નહિ, કેમ કે સુપાત્રમાં તો ભક્તિ હોય, જ્યારે અનુકંપા અપાત્ર કે કુપાત્રમાં જ હોય. દ્રવ્યદયાની મના નથી, પણ હૃદયમાં ભાવદયા જીવતી જાગતી હોવી જોઈએ. પૂર્વના મહાશ્રાવકો એક મંદિર બાંધે અથવા પ્રતિષ્ઠા કરે, ત્યારે હજારો દીનદુઃખિયાને રાજી કરતા. આ પ્રસંગે જેને રાજી કરવામાં આવે તે આ મંદિરના રાગી થશે, એ જ એ પુણ્યવાનોની ઇચ્છા હતી. “આ ભગવાનની પ્રતિષ્ઠા થઈ ત્યારે ખોબે ખોબે અમને મળ્યું” એ ભાવના એ દીનજનોને થાય અને ફરી પણ “આવો પ્રસંગ જલદી આવે” એમ એ ઇચ્છે છે, અને એ રીતે પણ ભગવાનને રોજ યાદ કરે. ધર્મક્રિયામાં અનુકંપાનો હિસ્સોઃ
દરેક સ્થળે અને દરેક કાળે મહાશ્રાવકો નાની ધર્મક્રિયામાં પણ અનુકંપાનો મોટો હિસ્સો રાખે, નહિ તો અજ્ઞાનો પામી શી રીતે ? એવાઓને પમાડવા માટે દ્રવ્યાનુકંપા એ મજબૂત સાધન છે. અનુકંપા વિનાની લુખ્ખી ધર્મક્રિયા ફળતી નથી, દીપતી નથી અને શોભતી પણ નથી. જે શ્રાવક દીનદુઃખીને જોઈને છતી શક્તિએ સહાય કર્યા વિના ચાલ્યો જાય, ત્યાં શાસ્ત્ર કહે છે કે એને ધર્મ પરિણમ્યો નથી. જ્યાં ભાવદયા છે ત્યાં દ્રવ્યયા હોય જ. ટુકડામાંથી પણ ટુકડો આપવાની એને મરજી થાય જ. ન અપાય તો. છેવટ આશ્વાસન પણ આપે અને તેય ન બને તો એનો પસ્તાવો કરે. ડાહ્યો માણસ પરિણામનો વિચાર કરે
ભાવદયાની જેટલી કાર્યવાહી તે બધાની પાછળ જીવદયા બેઠી છે. સમ્યગુદૃષ્ટિ પરિણામ વિચાર્યા વિના એક પણ ક્રિયા ન કરે. ખાવા બેસે ત્યાં પણ વિચારે કે જો લોભાયા તો મર્યા. કહેવત છે કે વૈદ્ય ખાતાં પહેલાં દોઢ કલાક વિચારે અને જ્યોતિષી ઘર બહાર પગલું મૂકતાં પણ નક્ષત્ર જુએ. એમનાં માનસ એ રીતે ઘવાયેલાં જ હોય. ખાટી કેરીમાં સાકર નાંખી વૈદ્ય કદી નહિ ખાય, કેમ કે એ જાણે છે કે એથી આરોગ્યને નુકસાન છે. તમે સ્વાદના રસિયા છો એટલે એ ખાટી કેરીના રસમાં ખાંડ નાંખીને પણ તમે ખાધા વગર ન રહો. આરોગ્યના અર્થીને ત્યાં મોટે ભાગે દાળ શાકમાં પણ બહુ તેલ મસાલા નહિ નંખાય. અહીં સમજવાનો મુદ્દો એટલો જ છે કે ડાહ્યો માણસ પરિણામનો વિચાર કર્યા વગર કોઈ કામ નહિ કરે. દરેક વસ્તુનો ઉપભોગ કરતાં પહેલાં સમ્યગુદૃષ્ટિ ખૂબ વિચારે કેમ કે એ પણ આત્માના આરોગ્યનો અર્થી બની ગયો છે અને તેથી પોતે